પ્રભાસપાટણમાં વાલ્મીકી સમાજની દિકરીઓનો પ્રથમ સમુહલગ્ન સંપન્ન

10 June 2021 01:17 PM
Porbandar
  • પ્રભાસપાટણમાં વાલ્મીકી સમાજની દિકરીઓનો પ્રથમ સમુહલગ્ન સંપન્ન

પ્રભાસપાટણ, તા.10
પ્રભાસપાટણમાં સંતકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મીકી સમાજની દિકરીઓનાં પ્રથમ સમુહલગ્ન યોજાયા. જેમાં 15 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડેલા. અત્યારે કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારી કોવિડની ગાઇડલાઇનના ચૂસ્ત અમલ સાથે સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ. જેમાં 15 દિકરીઓના સમૂહલગ્ન કોવિડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી ત્રણ અલગ-અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત લગ્નવિધિ સાથે કરીયાવરમાં દરેક દીકરીઓને જુદી-જુદી જરૂરીયાતની 26 વસ્તુ આપી અને વિદાય આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંતકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો ધનજીભાઇ રામજીભાઇ ચૌહાણ, વિજયભાઇ પરબતભાઇ ચૌહાણ, વેલજીભાઇ કરશનભાઇ બારૈયા, પરસોતમભાઇ વાલજીભાઇ બારૈયાએ સફળ બનાવેલ.


Loading...
Advertisement