જુનાગઢમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો : મુદ્દામાલ કબ્જે

10 June 2021 01:19 PM
Junagadh Crime
  • જુનાગઢમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો : મુદ્દામાલ કબ્જે

જુનાગઢ, તા. 10
જૂનાગઢ શહેરના જૂનાગઢ જિલ્લા જેલ પાછળ, વૃદ્ધ નિકેતન, મુલ્લાહોઝ કબ્રસ્તાન સામે, સુખનાથ વિસ્તારમાં રહેતા, ફરિયાદી અબા ઉંમર યુનુસભાઈ અદનાન મુસ્લિમ (ઉ.વ. 33) કામકાજ સબબ તા. 29.05.2021 ના રોજ વહેલી સવારે ચાર કલાક દરિમયાન બહાર ગયેલ હોઈ, તેઓના બંધ મકાનના તાળા તોડી, કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ રૂ. 13,500/- તથા સોનાની કાનની બુટી જોડી 01 કિંમત રૂ. 4,500/- સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ 05, કિંમત રૂ. 3,000/- મળી કુલ રૂ. 21,000/- ની ચોરી થતા, તા. 07 06.2021 ના રોજ ફરિયાદી અબા ઉંમર યુનુસભાઈ અદનાન મુસ્લિમ, જૂનાગઢએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી, પી.આઇ. આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી....

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા, સ્ટાફના, એચ.સી કિરણભાઈ રાઠોડ, પો.કો. રામભાઈ ચાવડા હરદાસભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીર ઉવ. 19 રહે. ધારાગઢ રોડ, તાર બંગલા પાછળ, ખાપરા કોઢિયાના ભોંયરા પાસે,જૂનાગઢને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીરની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા, સ્ટાફના એચ.સી. કિરણભાઈ રાઠોડ, પો.કો. રામભાઈ ચાવડા હરદાસભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી ને સઘન પૂછપરછ કરવામાં આવતા, ઝડતી દરમિયાન રોકડા રૂ. 1,550/- તથા સોનાની કાનની બુટી જોડી 01 કિંમત રૂ. 4,500/- સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ 05, કિંમત રૂ. 3,000/- મળી કુલ રૂ. 9,050/- ના મુદામાલ પણ રિકવર કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement