જુનાગઢને સ્વચ્છ રાખવાની જવાબદારી ઉપાડશે મહિલા કામદારો

10 June 2021 01:20 PM
Junagadh
  • જુનાગઢને સ્વચ્છ રાખવાની જવાબદારી ઉપાડશે મહિલા કામદારો

ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 300 બહેનોને રોજગારી : ર0 જુનથી નારી સશકિતકરણ અભિયાન શરૂ-મેયર ધીરૂભાઇ ગોહેલ

જુનાગઢ, તા. 10
જુનાગઢ મહાનગરપાલિકાના દીનદયાળ ઉપાધ્યાય હોલમાં મળેલી બેઠકમા 30 સ્વસહાય જુથની 300 મહિલાઓને રોજગારીની તક અપાઇ છે જેમાં મનપાના અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે સ્વસહાય જુથની 30 સંસ્થાની બહેનોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. વાલ્મીકી સમાજની 300 બહેનોને વોર્ડ નં.1થી 15 તમામની સફાઇ કામગીરી કરશે એટલુ જ નહીં નજીકના ભવિષ્યમાં સ્વસહાય ગ્રુપની ર00 બહેનોને પણ સફાઇની કામગીરી સોંપાશે.

આમ જુનાગઢને સ્વચ્છ રાખવાની જવાબદારી હવે બહેનોને સોંપવામાં આવી છે. આમ કોરોના કાળમાં વાલ્મીકી સમાજની 500 મહિલાને રોજી મળશે. સફાઇ યોગ્ય રીતે કરવાનો મેયર ધીરૂભાઇ ગોહેલે અનુરોધ કર્યો હતો. મેયર ગોહેલે જણાવ્યું હતું કે 4પ વર્ષથી હું જુનાગઢમાં રહું છું. મારા જીવનકાળ દરમ્યાન એકીસાથે 300 મહિલાઓને રોજગારીની તક મી હોય તેવો પ્રથમ બનાવ છે ત્યારે પુરી નિષ્ઠાથી કામ કરજો લોકોની ફરીયાદ ન આવે તે રીતે કામ કરજો.

એક વર્ષનો ઓર્ડર છે જેમાં માસિક રૂા. 7100નું વેતન આપવામાં આવશે. જો સારૂ કામ નહીં હોય તો રજા આપી દેવામાં આવશે. લોકોને આપણા ઉપર અપેક્ષા છે કે હવે શહેરની સફાઇ સારી સ્વચ્છ થશે. અપેક્ષાની સાથે વધારે કામ તેનાથી સારૂ કરજો તેવી શીખ આપી હતી. શરૂઆતમાં વાલ્મીકી સમાજના 7 સહાય જુથની 70 મહિલાઓની વાત હતી બાદ 15 સહાય જુથની 150 મહિલાઓ અને છેલ્લે 30 સહાય જુનની 300 મહિલાઓને રોજગારી આપી છે.

રોજગારીના હેતુથી અને મહિલાઓને કામ આપવા માટે આ નિર્ણય લેવાયો છે. તે ગર્વની વાત છે. પરંતુ જો લોકોને સંતોષ નહીં થાય તો અનેક જગ્યાએ કચરો સાફ કરવાના મશીનો આવી ગયા છે તો અહીં પણ મશીન આવી જશે ગત વર્ષે જુનાગઢમાં સફાઇ સ્વચ્છ જુનાગઢમાં 111મો નંબર આવ્યો હતો તેમાં મહેનત કરી પ0ની અંદર સુધી લઇ જવાનું મશીન છે.

સફાઇ કામદાર યુનિયન
જુનાગઢ સફાઇ કામદાર યુનિયનના પ્રમુખના જણાવ્યા મુજબ 300 વાલ્મીકી સમાજની બહેનોને રોજગારી મળી છે ત્યારે ખંતથી કામ કરીશુ સફાઇ બાબતે કોઇ ફરીયાદ નહીં રહે 50ની અંદર નંબર લાવવા તનતોડ મહેનત કરીશું ઉપરાંત રવિવાર અથવા ગુરૂવારે માનદ સેવાના ભાગરૂપે સફાઇ અભિયાન કરીશુ તેમ પ્રમુખ વિજય વાળાએ જણાવ્યું હતુ.


Loading...
Advertisement