મોરબીમાં દુકાન ખાલી કરાવતા દુકાનદારના મિત્રને માર મરનારા વધુ એક શખ્સોની ધરપકડ

10 June 2021 01:21 PM
Morbi
  • મોરબીમાં દુકાન ખાલી કરાવતા દુકાનદારના મિત્રને માર મરનારા વધુ એક શખ્સોની ધરપકડ

મોરબી તા.10
મોરબી શનાળા બાયપાસ પાસે આવેલ પાપાજી ફન વલ્ડ નજીકથી યુવાન પસાર થતો હતો ત્યારે તેને રોકીને ત્રણ શખ્સોએ હુમલો કરતા પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કંડલા બાયપાસ પાસે વૈભવનગર સોસાયટીમાં રહેતા વિનોદભાઇ મગનભાઇ પડસુંબીયા પટેલ (ઉ.વ.42) એ મેઘરાજ ભરવાડ રહે. મોરબી, હાર્દીક બાંભવા રહે.રજકોટ અને પી.કે. મેર રહે. તુલશી પાર્ક મોરબી વાળાની સામે તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને લખાવ્યું હતું કે, મોરબી શનાળા બાયપાસ પાસે આવેલ પાપાજી ફન વલ્ડ નજીક તેને લોખંડના પાઇપથી માથાના ભાગે ઇજા કરી હતી તેમજ મુંઢ માર માર્યો હતો અને પી.વી.સી.ના પાઇપ વતી માર મારીને ધમકી આપી હતી અને તેને માર મારવાના કારણમાં ફરિયાદીએ જે તે સમયે લખાવ્યું હતું કે, તેના મિત્રની દુકાન આ કામના આરોપીને ભાડે રાખવા અપાવેલ હતી જે ફરીયાદીના મિત્રએ આરોપી પાસેથી ખાલી કરવાતા આરોપીઓએ આ બાબતેનો ખાર રાખીને તેને માર માર્યો હતો આ ગુનામાં અગાઉ પોલીસે મેઘરાજ મોમભાઈ ભરવાડ અને હાર્દીક લક્ષ્મણભાઈ બાંભવાની ધરપકડ કરેલ હતી અને હાલમાં પોપટભાઈ કેશવભાઈ દાસા (30) રહે મેકૂટી, માંગરોળ વાળાની ધરપકડ કરેલ છે.


Loading...
Advertisement