શીલના ચંદવાણા ગામની હાઇસ્કુલમાંથી અડધો લાખના કોમ્પ્યુટર સાધનોની ચોરી

10 June 2021 01:29 PM
Junagadh Crime Saurashtra
  • શીલના ચંદવાણા ગામની હાઇસ્કુલમાંથી
અડધો લાખના કોમ્પ્યુટર સાધનોની ચોરી

કેશોદમાં દરગાહની ગાદી માટે ચાલતી મનદુ:ખમાં મારામારી

જુનાગઢ, તા. 10 શીલના ચંદવાણા ગામે હાઇસ્કુલમાંથી કોઇ અજાણ્યા શખ્સે નળીયા ઉંચકાવી કોમ્પ્યુટરના રૂા. 54000ની સામાનની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ શીલ પોલીસમાં નોંધાઇ છે.શીલથી 12 કિ.મી. દુર ચંદવાણા ગામે જ્ઞાનેશ્ર્વર વિદ્યામંદિર હાઇસ્કુલમાં નળીયા ખેસવી કોઇ અજાણ્યા ઇસમે ગત તા. 3-5 થી તા. 6-6 દરમ્યાન કોઇપણ સમયે કોમ્પ્યુટરના મોનીટરને નંગ 6 કિંમત રૂા. 48000, બોરી નંગ 3 કિંમત 6000 મળી કુલ 54000ની સરકારી મિલ્કતની ચોરી થયાની ફરીયાદ હરેશભાઇ જેઠાભાઇ વાજા (ઉ.વ.37) રે. ચંદવાણાવાળાએ નોંધાવી છે.

દરિયામાં પડી જતા આધેડનું મોત
ચોરવાડ ખાણીયા વિસ્તારમાં રહેતા રાસાભાઇ માલદેભાઇ સેવરા (ઉ.વ.60) એકલવાયુ જીવન રખડતું ભટકતું ગુજારતા હોય ગઇકાલે સવારે દરિયા કિનારે ફરવા ગયેલ જયાં અકસ્માતે દરિયામાં પડી જતા ડુબી જવાના કારણે મોત નોંધાતા ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

હુમલો
કેશોદના મોવાણા મસ્જિદ ખાતે રહેતા મોહબતશા ઇબ્રાહીમશા સર્વદી (ઉ.વ.42) અને યાસીન સતાર સર્વદી રહે. અક્ષય ગામવાળાઓ વચ્ચે ધ્રાંગડશા પીરની દરગાહની ગાદી માટે મનદુ:ખ ચાલતુ હોય જે બાબતે ગઇકાલે આરોપીઓ યાસીન સતાર સર્વદી, વસીમ આમન સર્વદી, સતારશા ગલીબશા સર્વદી, દાદાશા સર્વદી, ઇમ્તીયાઝ દાદાશા સર્વદી અને એક અજાણ્યા માણસે આવી લાકડી ધોકા વડે માર મારી માથામાં ઇજા કરી હતી તેમજ યામીનશા સતારે છરી હાથ અને માથાના ભાગે મારતા પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધી કેશોદ પીએસઆઇ એમ.સી.ચુડાસમાએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement