ગીર-સોમનાથમાં કોરોનામાં મૃત્યુ પામેલ માતા-પિતાના બાળકોને યોજનાનો લાભ મળશે

10 June 2021 01:43 PM
Veraval
  • ગીર-સોમનાથમાં કોરોનામાં મૃત્યુ પામેલ માતા-પિતાના બાળકોને યોજનાનો લાભ મળશે

વેરાવળ તા.10
ગીર-સોમનાથ જિલ્લામાં માર્ચ-2020 થી આજદિન સુધી કોવિડ-19 ના કારણે 18 વર્ષથી નાના કોઇ પણ બાળકના માતા-પિતા અથવા કોઇ એક માતા કે પિતા નુ અવસાન થયુ હોય તેવા બાળકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે માહિતી એકત્રીકરણ કરવાની કામગીરી ચાલુ છે. જેમાં બાળકનુ નામ, પરિવારમાં કોવીડ-19 થી અવસાન પામેલ વ્યક્તિનું નામ (એક અથવા બંન્ને) હાલ બાળકને સાચવનારનું નામ અને ફોન નંબરની વિગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવાસદન, ઇણાજ બીજો માળ, રૂમ નંબર 358, 359, 360 અથવા ફોન નંબર 02876-285232 મેઇલ dcpu-gscps-gsgujarat.gov.in પર પહોંચતી કરવાની રહેશે.


Loading...
Advertisement