વેરાવળના ગોવિંદપરા ગામે ધારાસભ્ય દ્વારા એમ્બયુલન્સ ફાળવાય

10 June 2021 01:46 PM
Veraval
  • વેરાવળના ગોવિંદપરા ગામે ધારાસભ્ય
દ્વારા એમ્બયુલન્સ ફાળવાય

વેરાવળ તા.10 વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે આવેલ પીએચસી માં આવતા દર્દીઓની મુશ્કેલીને ધ્યાને લઇ ધારાસભ્ય દ્વારા ગ્રાંટમાથી એમ્બુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે.સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા ગોવિંદપરા ગામે આવેલ પી.એચ.સી. ની મુલાકાત લીધેલ તે દરમ્યાન દર્દીઓને પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવેલ અને કેન્દ્રના ડોક્ટરોની રજૂઆત ધ્યાને લઇ એમ્બુલન્સની સુવિધા જરૂરી હોવાથી ધારાસભ્ય ગ્રાન્ટની રકમ કોરોના મહામારીમાં લોકોને ઉપયોગી થઇ શકે તેવા હેતુથી પીએચસીમાં એમ્બુલન્સની ખાસ જરૂરત હોવાથી આધુનિક મારૂતિ સુઝુકી ઇકો એમ્બુલન્સ જેમાં એ.સી. અને ઑક્સીજન પોઇન્ટ સહિતની સફેદ કલરની રૂા.5 લાખ 31 હજાર ની ફાળવેલ છે. આ એમ્બ્યુલન્સની ફાળવણી થતા નજીકના ગામના દર્દીઓ સારવાર કરાવી શકે અને દર્દીઓને નાણાકીય ખર્ચનો સામનો કરવો ના કરવો પડે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.


Loading...
Advertisement