ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તા 6 કરોડના ખર્ચે રીપેર કરાશે

10 June 2021 01:47 PM
Veraval
  • ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તા 6 કરોડના ખર્ચે રીપેર કરાશે

6 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવતા ગોવિંદભાઇ અને માનસિંહ પરમાર

પ્રભાસપાટણ, તા. 9 ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને તાલાલા તાલુકાઓનાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અતિ બિસ્માર બનેલ હતા. આ રસ્તાઓ ઉપર ચોમાસામાં તો ઠીક પણ સોમાસા સિવાય પણ આવવું મુશ્કેલ બનેલ હતું અને અત્યારે મોટા ભાગના ખેડુતો વાડી વિસ્તારમાં રહે છે જેથી તેમને જવા આવવામાં મુશ્કેલીઓ પડતી હતી. આ બાબતે આ વિસ્તારનાં લોકોએ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારને રજુઆત કરતા તેઓએ એક વર્ષથી સતત લેખિત અને મૌખિક નિતિનભાઇ પટેલને રજુઆતો કરેલ પરંતુ કોરોનાને કારણે આ રસ્તા મંજૂરીનું કામ વિલંબમાં પડેલ હતું અને ફરીથી માનસિંહભાઇ પરમારે આ રસ્તા બાબતે નીતિનભાઇ પટેલને રજુઆત કરેલ અને 6 કરોડના રસ્તાઓને મંજુરી મળેલ છે જે ટુંક સમયમાં કામગીરી શરૂ થશે.
જેમાં સુત્રાપાડા તાલુકાના હિરાકોટ બંદરથી સ્ટેટ હાઇવે સુધી, તાલાલા તાલુકાનાં રાતીધાર ગામની મોહબતપરા સુધી, સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ગામથી સરા સુધીનો રોડ મંજુર કરાવેલ છે. આ રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં હતા અને રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદનની લાગણી
ફેલાયેલ છે.


Loading...
Advertisement