જુનાગઢ મનપાએ વેરા રાહતમાં ઘટાડો કરતા નગરજનોમાં રોષ

10 June 2021 01:50 PM
Junagadh
  • જુનાગઢ મનપાએ વેરા રાહતમાં
ઘટાડો કરતા નગરજનોમાં રોષ

જુનાગઢ, તા. 10 ગત વર્ષ ર0ર0માં મનપા જૂનાગઢે 20 થી 22 ટકા વેરો ભરવામાં રાહત આપી હતી જયારે વર્ષ 2021 ચાલુ વર્ષમાં 10 થી 12 ટકા જ રાહત આપતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. કોરોનાની મહામારીમાં ધંધા રોજગાર બંધ હોવા છતાં ગત વર્ષમાં અપાતી રાહત પાછળ ખેંચી લીધી છે. ગત વર્ષમાં મનપા રાજય સરકારે લોકોના વેરામાં 20 થી 22 ટકા રાહત આપી હતી. કોરોનાના કારણે વર્ષ આખામાં ધંધા રોજગાર બંધ રહ્યા છે. ઉપરાંત બિમારીમાં લગભગ દરેક લોકોને ઘર ઘરમાંથી હજારો લાખોનો ખર્ચ થવા પામ્યો છે. આર્થિક હાલત ખરાબ થવા છતાં ચાલુ વર્ષમાં વેરો ભરવામાં ઓછું વળતર માત્ર 10 થી 12 ટકા જ આપવાની જાહેરાત કરી છે. ગત વર્ષમાં રાજય સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. જે આ વર્ષમાં આપવામાં આવી નથી. એક બાજુ આવક બ:ધ સામે જાવક ચાલુ હોવા છતાં લોકોને રાહત મળી નથી જેના લઇને લોકોમાં નારાજગી ભારોભાર વ્યાપી છે જેથી આ વર્ષમાં પણ 20 થી 22 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement