વેકસીન સેન્ટર પર જનારા દરેકને રસી આપો : રાહુલની સલાહ

10 June 2021 02:14 PM
India Top News
  • વેકસીન સેન્ટર પર જનારા દરેકને રસી આપો : રાહુલની સલાહ

નવી દિલ્હી તા.10
કેન્દ્ર સરકારને વેકસીન મુદ્દે સતત ઉભા રાખી રહેલ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ વેકસીનેશન સેન્ટરમાં ઓનલાઇન અને ઓફ લાઇન બંને પ્રકારના રજીસ્ટ્રેશન ઓપન કરવા જણાવ્યું છે અને કહ્યું છે કે કોઇપણ વ્યકિત જે વેકસીન સેન્ટર પર પહોંચે તેને આધારકાર્ડ લઇને તૂર્ત જ વેકસીન આપી દેવી જોઇએ અને તેમાં ઉમરનો કોઇ ક્રાઇટ એરીયા ન હોવો જોઇએ તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકારને ચીંટયો ભરતા તા.24 પછી વેકસીન કેન્દ્ર પૂરૂ પાડશે અત્યાર સુધી વેકસીનની તંગી હતી. રાતો રાત વેકસીન કયાંથી આવી ગઇ તે પણ પ્રશ્ન છે. છતાં કેન્દ્રએ વિલંબથી પોતાની જવાબદારી સંભાળી છે તે પણ સારી બાબત છે.


Related News

Loading...
Advertisement