જામનગરમાં પતિએ પત્નીને ઝૂડી નાખ્યાનો વીડિયો વાયરલ થયો

10 June 2021 02:51 PM
Jamnagar
  • જામનગરમાં પતિએ પત્નીને ઝૂડી નાખ્યાનો વીડિયો વાયરલ થયો

પોલીસે પતિ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધી

જામનગર તા.10:
જામનગર શહેરમાં હાલ પતિ-પત્ની વચ્ચેની મારામારીનો એક વીડિયો ચર્ચાનું કેંદ્ર બન્યો છે. શહેરના શરૂ સેકશન રોડ વિસ્તારમાં રહેતા એક દંપતી વચ્ચે કોઈ કારણોસર પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિએ મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ બનાવને લઇને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પરિણીતા જ્યારે પોતાના રૂમમાં પુત્રની સાથે હતી ત્યારે જ નીચે રહેતો પતિ કોઈ વસ્તુ લેવા માટે રૂમમાં આવ્યો હતો. આ સમયે જ પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા પતિએ તેની પત્ની સાથે મારામારી કરતો નજરે પડી રહ્યો છે. તો બીજી તરફ પરિણીતા બચાવો બચાવોની બૂમો પાડતી જોવા મળી રહી છે.મારામારી બાદ પણ પતિ-પત્ની વચ્ચે જીભાજોડી જોવા મળી રહી છે. મારામારીનો આ મામલો પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે મહિલાએ તેના પતિ અને કુંટુબિક સસરા સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 354 અને 323 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ગઇકાલે સાંજે પોલીસ દફતરનો સ્ટાફ તેણીના ઘરે પહોંચ્યો હતો અને તેણીનું નિવેદન નોંધ્યું હતું.


Loading...
Advertisement