જામનગરમાં શિક્ષિકા પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતિ જેલહવાલે

10 June 2021 02:53 PM
Jamnagar
  • જામનગરમાં શિક્ષિકા પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતિ જેલહવાલે
  • જામનગરમાં શિક્ષિકા પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતિ જેલહવાલે

શિક્ષિકાના ચારિત્ર પર શંકા કરી આરોપીએ પત્ની ઉપર હુમલો કર્યો હતો: હત્યા નિપજાવી આરોપી સ્થળ પર જ રહ્યો: પોલીસે ધરપકડ કરી હતી

જામનગર તા.10
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે શાળાએ જતી પત્નીને આંતરી લઇ પતિએ હુમલો કર્યો હતો. જે હુમલામાં પત્નીનું મૃત્યું નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચારિત્ર પર શંકા જતાવી આરોપીએ પત્નીની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રીમાન્ડ મેળવી જેલ હવાલે કર્યો છે. જામનગર શહેરના ગુલાનગર વૃંદાવન-2માં રહેતી નીતાબેન પ્રફુલભાઇ ડાભી (ઉ.વ.45) નામની મહિલા થાવરીયા ગામની સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી હોય અને પતિ પ્રફુલભાઇ ચારીત્ર અંગેની શંકાઓ કરતા બન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેથી પંદરેક દિવસ પહેલા પત્ની પિતાના ઘરે ચાલી ગઇ હતી. બે દિવસ પહેલા તેણી અને શિક્ષિકા રશ્મીબેન શાળાએ જવા માટે નિકળી હતી અને મહાપ્રભુજીની બેઠક પાસે વાહનની રાહ જોઇને ઉભી હોય ત્યારે આવેલા પતિ પ્રફુલભાઇએ છરીના ઘા મારીને પત્ની નીતાબેનની હત્યા નિપજાવી હતી. જેમાં સહકર્મચારી શિક્ષિકા છોડાવવા માટે વચ્ચે પડતા તેણીને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. આરોપી પતિ ત્યાં જ ઉભો રહેતા પીઆઇ એમ.જે. જલુ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને આરોપીને પકડી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા આરોપી પતિને જેલ હવાલે કર્યો છે. હત્યામાં વપરાયેલ છરી અને કપડા પોલીસે કબ્જે કર્યા છે.


Loading...
Advertisement