ફી રાહત મુદ્દે કોરોના મુજબ નિર્ણય: શાળાઓને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત નહી

10 June 2021 03:54 PM
Ahmedabad Gujarat Rajkot
  • ફી રાહત મુદ્દે કોરોના મુજબ નિર્ણય: શાળાઓને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત નહી

રાજયમાં નિયંત્રણો ઘટાડાયા છે હવે જવાબદારી પ્રજાની: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટ વાત: હજુ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે: રથયાત્રા મુદે હજુ કોઈ ચર્ચા થઈ નથી

શાળા સંચાલકોએ તો 75% ફી લીધી જ છે: મલ્ટીપ્લેકસ બંધ હતા તેથી પ્રોપર્ટી ટેક્ષમાં રાહત અપાઈ છે: જવાબ

ઓલીમ્પીક તૈયારી કેન્દ્રની સૂચના મુજબ શરૂ થઈ છે: ભાજપના ધારાસભ્યોની બેઠક ‘રૂટીન’ છે

રાજકોટ:
ગુજરાતમાં કોરોનાના સતત ઘટતા જતા કેસમાં લોકોને તમામ છૂટછાટો વચ્ચે પણ સાવધાની રાખવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અપીલ કરતા જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત એક જ રાજય છે.

જો કે સંપૂર્ણ લોકડાઉન નહી પણ શકય તેટલા ઓછા નિયંત્રણો સાથે કોરોનાના કેસ ઘટાડયા છે પણ હવે જયારે રાજય સરકારે છૂટ જાહેર કરી છે તો પ્રજાની જવાબદારી બને છે કે જરૂર પુરતા જ બહાર આવીએ અને માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ વિ.નું પાલન કરીને કોરોનાને સંપૂર્ણ વિદાય આપવા માટે સરકારની સાથે રહે તે જરૂરી છે. આજે ગાંધીનગરમાં એક સમારોહ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો કેસ હજુ ઘટશે

તો વધુ છૂટછાટ આવશે પણ જો કેસ વધશેતો રાજય સરકારને ફરી નિયંત્રણો લાદવાની છૂટ મળશે. મુખ્યમંત્રીએ રાજયમાં અષાઢી બીજના દીને અમદાવાદ સહિત શહેરોમાં યોજાતી રથયાત્રા યોજવા અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં શ્રી રૂપાણીએ કહ્યું કે સમય મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેઓએ આ પ્રકારનો જ જવાબ સ્કુલોની ફી અંગે આપ્યો હતો અને ફી માફી અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં શ્રી રૂપાણીએ કહ્યું કે હજું શાળાઓમાં સત્રનો પ્રારંભ થયો છે.

કોરોના વચ્ચે સત્ર કેવું જશે તે હજું નિશ્ર્ચિત નથી. ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું છે. રાજય સરકાર નિયુક્ત એફઆઈઆરસી નજીક સમય જ નવા ફ્રી સ્ટ્રકચર અંગે નિર્ણય લેશે અને ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ બાદ ફી અંગે કોઈ નિર્ણય લેવાશે. જો કે શાળા સંચાલકોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવાની માંગ અંગે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોરોના કાળમાં સિનેમાઘરો, જીમ એ બધા બંધ હતા

તેથી તેમને રાહત આપવામાં આવી છે પણ શાળાઓએ તો ગત વર્ષ 75% ફી લીધી જ છે તેથી તેઓ માટે કોઈ માફીનો પ્રશ્ન જ નથી. રાજયમાં જે રીતે એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે તેના પરના એક પ્રશ્ર્નના જવાબમાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે કોઈપણ ગેરકાનુની ચલાવી લેવાશે નહી. નકલી ડોકટર પર કાર્યવાહી થશે. નકલી ડોકટરોનો કોંગ્રેસ પક્ષ બચાવ કરે છે તે યોગ્ય નથી.

ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાની તૈયારી અંગેના એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદ એ યજમાન બને તો ગુજરાત માટે ગૌરવ હશે. તેઓએ તા.15થી ભાજપની બેઠકને રૂટીન ગણાવતા ઉમેર્યુ કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે સમયે પણ આવી બેઠક થતી ન હતી. આ બેઠકમાં કોરોના વાવાઝોડાની કામગીરી અને ખાસ કરીને સંભવિત થર્ડ વેવની ચર્ચા થશે.


Related News

Loading...
Advertisement