જ્ઞાનગચ્છ સંપ્ર.ના પૂ.અમૃતમુનિ મ. આદિના દર્શન-વંદનથી વિભોર થતા રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ : પ્રવચન

10 June 2021 04:13 PM
Rajkot Dharmik
  • જ્ઞાનગચ્છ સંપ્ર.ના પૂ.અમૃતમુનિ મ. આદિના દર્શન-વંદનથી 
વિભોર થતા રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ : પ્રવચન

રાજકોટ, તા. 10 રાજકોટ શ્રી વર્ધમાન સ્થા.જૈન સંઘ, સમર્થ શ્રદ્ધા ખાતે જ્ઞાન ગચ્છ સંપ્રદાયના વિદ્ગાન ગુરુ ભગવંત પૂ.અમૃતમુનિજી મ.સા.આદિ ઠાણા - 3 નું બુધવારે મંગલ પદાર્પણ થયેલ. ગુરુવારના સોનેરી સૂર્યોદયે સવારના 8:30 કલાકે રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ દર્શન - વંદન કરવા ગયેલ. આદર્શ શ્રમણોપાસક ભાવેશભાઈ મહેતાએ ઉપસ્થિત અગ્રણીઓનું શબ્દોથી સ્વાગત કરેલ. રાજકોટ મોટા સંઘના ટ્રસ્ટી દિનેશભાઈ દોશી તથા અજરામર સંઘના પ્રમુખ મધુભાઈ ખંધારે પૂ.ગુરુ ભગવંતોને શેષકાળનો લાભ આપવા વિનંતી કરેલ.

ડોલરભાઈ કોઠારીએ સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોવતી ભાવો વ્યક્ત કરતાં કહ્યું કે પૂ.ગુરુ ભગવંતોના મંગલ પદાર્પણથી ધમે નગરી રાજકોટ ધન્ય બની છે...

પૂ.ગુરૂ ભગવંતોના દર્શન-વંદન કરવા રાજકોટ મનહર પ્લોટ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી,ગીત ગૂર્જરી સંઘ પ્રમુખ શિરીષભાઈ બાટવીયા, અજરામર સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર,મહાવીર નગર સંઘ પ્રમુખ પ્રતાપભાઈ વોરા,જૈન ચાલ સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણી,મોટા સંઘ ( વિરાણી પૌષધ શાળા) ટ્રસ્ટી દિનેશભાઈ દોશી અને સુશિલભાઈ ગોડા,રેસકોસે પાકે સંઘ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી,અજરામર સંઘના સી.પી.દલાલ,ગૌરવભાઈ દોશી,આનંદ નગરના બીપીનભાઈ ગાંધી ( એડવોકેટ ),ગોંડલ તપગચ્છ સંઘના પૂવે પ્રમુખ તનસુખભાઈ સંઘવી,ભક્તિનગર સંઘના સુશ્રાવક જયંતિભાઈ લાખાણી,રોહિતભાઈ મહેતા,શેઠ ઉપાશ્રયના સુશ્રાવક હેમલભાઈ મહેતા, રમેશભાઈ શેઠ, સેવાભાવી વિજયભાઈ કુંભાણી, સમીરભાઈ બાવીસી, પ્રમોદભાઈ હપાણી, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા વગેરે ભાવિકો ઉપસ્થિત રહેલ.

એડવોકેટ કમલેશભાઈ ભાઈ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ શાહ પણ સહ પરિવારે દર્શન-વંદન કરી ધન્યતા અનુભવેલ.
મનોજ ડેલીવાળાએ પૂ.ગુરુ ભગવંત અમૃતમુનિજી મ.સા.નો પરિચય આપતા જણાવ્યું કે ધન્ય છે,વંદન છે જ્ઞાની ગુરુ ભગવંતને કે જેઓના પરિવારમાંથી છ-છ હળુ કર્મી આત્માઓએ જિન શાશનમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલી છે.આગમના ગહન અભ્યાસુ છે. વિદ્વાન સંત છે.જિનાજ્ઞામય જીવન વ્યતિત કરી સ્વ - પરના આત્મ કલ્યાણમાં નિમિત્ત બને છે.પૂજ્ય અમૃત મુનિજી મ.સા., તેઓના ભાઈ તથા ઉપકારી પિતાશ્રી પૂ.મોહન મુનિજી મ.સા., બહેન, ભાણેજ વગેરે છ આત્માઓ જ્ઞાન ગચ્છ સંપ્રદાયમાં દીક્ષિત બન્યાં છે. ઈ.સ.1987માં પૂ.અમૃતમુનિજી મ.સાહેબે આદિ સંતોએ રાજકોટ વિરાણી પૌષધશાળામાં ચાતુર્માસનો સુંદર લાભ આપેલો.એ સમયે હાલારી સંપ્રદાયના પૂ.ગુરૂદેવ કેશવજી મુનિજી મ.સા.એવમ્ પૂ.નાનજી મુનિ મ.સા.પણ વર્ષાકાલમા સાથે હતાં.

આજરોજ પૂ.ગુરુ ભગવંતે અમૃતવાણી ફરમાવતા કહ્યું કે દેવોને પણ દુર્લભ એવો માનવ ભવ મળ્યો છે તો વધારેમાં વધારે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરી સાથેક કરજો. આ મનુષ્યનો ભવ વારંવાર મળવાવાળો નથી. વધુમાં પૂ.ગુરુ ભગવંતે ફરમાવ્યું કે કમેનો સિધ્ધાંત છે કે કર્મ બાંધે છે તેને જ કર્મ ભોગવવા પડશે તેમાં કોઈ ભાગ પડાવવા આવી શકવા સમથે નથી.
પૂ.ગુરુદેવે પ્રભુ મહાવીર સ્વામીની પ્રથમ ધર્મ દેશના શ્રી આચારાંગજી સૂત્ર અને અંતિમ ધર્મ દેશના શ્રી ઉત્તરાધ્યયજી સૂત્રનો સાર સંક્ષિપ્તમાં સમજાવેલ.


Related News

Loading...
Advertisement