ૐ શનિશ્ચરાય નમ: શનિ જયંતી ની સાદગીભરી ઉજવણી

10 June 2021 04:34 PM
Rajkot Dharmik
  • ૐ શનિશ્ચરાય નમ: શનિ જયંતી ની સાદગીભરી ઉજવણી
  • ૐ શનિશ્ચરાય નમ: શનિ જયંતી ની સાદગીભરી ઉજવણી
  • ૐ શનિશ્ચરાય નમ: શનિ જયંતી ની સાદગીભરી ઉજવણી
  • ૐ શનિશ્ચરાય નમ: શનિ જયંતી ની સાદગીભરી ઉજવણી

આજે સૂર્ય પુત્ર શનિ મહારાજની જયંતી છે શનિ જયંતી સાથે સૂર્યગ્રહણનો સંયોગ 148 વર્ષ બાદ સર્જાયો છે. રાજકોટમાં જયુબેલી ગાર્ડન પાસે નવગ્રહ મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે શનિ જયંતિની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.

કોરોના મહામારીના કારણે સરકારી ગાઇડલાઇનના નિયમોને અનુસરીને ભકતોએ શનિ મહારાજના દર્શન-વંદન તથા અનુષ્ઠાન કર્યા હતા. આ વખતે શનિ ભકતોની સંખ્યા ઓછી જોવા મળી છે. મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સનું પુરતુ લક્ષ્ય આપવામાં આવેલ હતું. તેમજ માસ્ક પહેર્યા વગરના ને પ્રવેશ આપવામાં આવતો નહોતો ભકતોએ સરકારી નિયમોનું પાલન કરીને શનિ મહારાજની ભકિત કરી હતી. સાંજ સુધી શનિ મહારાજના દર્શન-વંદન કરી શકાશે.

રમેશભાઇ મહારાજ
જયુબેલી ગાર્ડન પાસે આવેલા નવગ્રહ મંદિરના રમેશભાઇ મહારાજે જણાવ્યું કે આજે શનિ જયંતિ હોવાથી સરકારી ગાઇડલાઇન અનુસાર ભકતોને શનિ દેવના દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે. સાંજ સુધી દર્શન થઇ શકશે. જેઓએ માસ્ક ન પહેર્યા હોય તેઓને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે.

રાજકોટમાં નિર્મલા રોડ પર શનિ દેવનું મંદિર આવેલું છે ત્યાં મર્યાદિત સંખ્યામાં ભકતોએ શનિ ભકિત કરી હતી. કોઠારીયા કોલોનીમાં કોટેશ્ર્વર મહાદેવ મંદિરે આજે શનિ જયંતિની સાદાઇથી ઉજવણી કરાઇ હતી તે સિવાય શ્રમજીવી સોસાયટી સ્કુલ નં. 6પ પાસે, ત્રિમૂર્તિ હનુમાનજી મંદિર, આમ્રપાલી પાસે સાંઇ બાબાના મંદિર પાસે, દેવપરા વિસ્તારમાં, મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિર તેમજ જયાં જયાં શનિ દેવની પ્રતિમા પ્રતિષ્ઠિત થઇ છે ત્યાં આજે સાદાઇથી શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી.

પોરબંદર નજીક હાથલા ગામે માત્ર પુજારી પરિવાર દ્વારા આજે શનિ જયંતિની ઉજવણી કરાઇ હતી. ભકતો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઇ છે. જયારે પ્રભાસ પાટણમાં આવેલા શનિ મંદિરમાં સવારે પાંચ વાગે શ્રૃંગાર પૂજા, આરતી, સવારે ધ્વજારોહણ અને બપોરે ભગવાનને ભોગ અર્પણ કરાયો હતો. સાંજે 7 વાગે પૂજા, આરતી તથા હવન થશે.

ઉપરોકત તસ્વીરમાં જયુબેલી ગાર્ડન પાસેના નવગ્રહ મંદિરમાં બિરાજમાન ન્યાયના દેવતા શનિ મહારાજ, બીજી અને ત્રીજી તસ્વીરમાં શનિ મહારાજની ભકિત કરતા ભકતો છેલ્લી તસ્વીરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભેલા ભાવિકો જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement