શનિવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે

10 June 2021 04:39 PM
Ahmedabad Dharmik Gujarat
  • શનિવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે

રાજકોટ, તા. 10
વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા સરકારના હુકમ અન્વયે અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ દર્શનાર્થીઓ માટે તા. 13/4થી દર્શન માટે બંધ કરવામાં આવેલ, સરકારના ગૃહવિભાગના તા. 9/6ના હુકમ અન્વયે અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ તા.12/6ના શનિવારથી યાત્રાળુઓ માટે ખોલવામાં આવશે. યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે 7.30 થી 10.45 બપોરે 12.30 થી 4.15 અને સાંજે 7 થી 9 કલાક સુધીનો રહેશેે.

તા.12/6ના શનિવારથી અંબાજીમાં દર્શન માટે આવનાર તમામ યાત્રિકો માટે યોગ્ય અને સુચારૂ વ્યવસ્થા આનંદ પટેલ (જિલ્લા કલેકટર બનાસકાંઠા) અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ અને માર્ગદર્શન મુજબ કરવામાં આવશે તથા સરકાર દ્વારા નિયત કરેલ કોવિડ-19ની સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. તમામે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. શકિત દ્વારથી તાપમાન ચકાસણી કરાવી. સેનીટાઇઝેશન કરી, થર્મલ સ્ક્રેનીંગથી પ્રવેશ મેળવવાનો રહેશે.

ટ્રસ્ટ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબનું સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. મંદિરમાં કોઇપણ જગ્યાએ અડવું નહીં. દંડવત પ્રણામ ન કરવા તેમજ દર્શન કરીને તરત જ બહાર નીકળી જવું. બિનજરૂરી મંદિર પરિસરમાં રોકાવું નહીં જેથી વધુમાં વધુ યાત્રિકોને દર્શનનો લાભ મળી શકે. વધુમાં યાત્રાળુઓ દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in દ્વારા પણ ઓનલાઇન ટોકન બુક કરી શકશે તે મુજબની વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટનાં વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે.ચાવડા દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement