‘શાળા બંધ, શિક્ષણ નહીં’: મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0નું લોન્ચીંગ

10 June 2021 05:21 PM
Ahmedabad Education Gujarat
  • ‘શાળા બંધ, શિક્ષણ નહીં’: મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0નું લોન્ચીંગ
  • ‘શાળા બંધ, શિક્ષણ નહીં’: મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0નું લોન્ચીંગ

ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી, 54 હજાર શાળાઓ, ત્રણ લાખથી વધુ શિક્ષકના માળખાની દેખરેખ માટે ટેક્નોલોજીથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0 બનશે ઉપયોગી: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાની ઉપસ્થિતિ

અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ શિક્ષણ થકી ગુજરાતનું બાળક દુનિયાના દરેક પડકારોને ઝીલવા સજ્જ બનશે: રૂપાણી

ગાંધીનગર, તા.10
ગુજરાતના મોટામાં મોટા શહેરથી લઈ નાનામાં નાના ગામડામાં રહેતાં બાળક સુધી કોરોનાકાળ વચ્ચે પણ શિક્ષણ પહોંચી રહે તે માટે સરકાર દ્વારા અનેક ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

આ કમાન્ડ એન્ડ કંટ્રોલ 2.0 થકી રાજ્યના 1 કરોડ વિદ્યાર્થી, 54 હજાર શાળાઓ અને ત્રણ લાખથી વધુ શિક્ષકના માળખાની દેખરેખ એક જ સ્થળેથી રાખવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું કે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ શિક્ષણ મેળવી ગુજરાતનું બાળક દુનિયાના દરેક પડકારોને ઝીલવા સજ્જ બનશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું. સમગ્ર દેશમાં ગુજરાતે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધી ક્વોલિટી એજ્યુકેશન, વિદ્યાર્થી હાજરી, શિક્ષક સજ્જતાને ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવા સહિતની વ્યવસ્થાઓ આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 દ્વારા વિકસાવી છે તેમ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ-મજબૂત કરીને શિક્ષણ દ્વારા જ વિકાસને વધુ તેજ બનાવી શકાશે તે પ્રાથમિકતા સ્વીકારીને રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ, પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધી 100 ટકા પ્રવેશ, શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયોની નેમ સાથે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોને આ નવિન ટેકનોલોજી સાથે જોડયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અદ્યતન સુવિધાયુકત અને ટેકનોલોજીના વિનિયોગથી શિક્ષણ દ્વારા ગુજરાતને બાળક દુનિયાના પડકારો ઝિલવા સજ્જ બનશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ સર્વ શિક્ષા અભિયાનના મિશન ડિરેકટર શ્રીમતી ભારતી અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

રાજ્યની 54000 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, 3 લાખથી વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર ભચીબય ટૂલથી એનેલાઇઝ કરવામાં આવશે.

સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે. રાજ્યમાં કોરોનાના કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડપ્ટીવ લર્નીંગ એપ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અન્વયે ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જી-શાળા (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.


Related News

Loading...
Advertisement