યોગી આદીત્યનાથ દિલ્હીમાં: મોદી, નડ્ડા, અમિત શાહને મળશે

10 June 2021 05:29 PM
India Politics
  • યોગી આદીત્યનાથ દિલ્હીમાં: મોદી, નડ્ડા, અમિત શાહને મળશે

ઉતરપ્રદેશના રાજકારણનો તખ્તો દિલ્હી ફેરવાયો

સાંજે સંઘના નેતાઓ સાથે મુલાકાત: રાજયમાં મોટા ફેરફારની તૈયારી હોવાના સંકેત

ઉતરપ્રદેશમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે તેજ થયેલી રાજકીય ગતિવિધીમાં રાજયના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ દિલ્હી પહોંચી ગયા છે અને આજે સાંજે તેઓ અહી સંઘના વરિષ્ઠ નેતાઓને મળશે

તો આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળશે. ગઈકાલે જ યુપીમાં કોંગ્રેસના યુવા નેતા શ્રી જીતીન પ્રસાદ ભાજપમાં ભળ્યા છે. જો કે યોગીની તેમાં સહમતી હતી કે કેમ તે પ્રશ્ર્ન છે અને મંત્રીમંડળમાં ફેરફાર સહિતના મુદે પણ અટકળો ચાલે છે તે વચ્ચે યોગીનું દિલ્હી આગમન બહુ મહત્વનું છે સતત એવા સંકેત મળ્યા છે

કે યોગી-મોદી વચ્ચે ઓલવેલ નથી અને કોવિડ સ્થિતિ હલ કરવામાં રાજય સરકારની કામગીરી સામે પ્રશ્ર્ન ઉભા થયા છે તે વચ્ચે કાલે તેઓ પહેલા સાડા અગીયાર વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળશે બાદમાં બપોરે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દીવસમાં યુપીમાં સરકારમાં જે ફેરફાર થનાર છે તે આ બેઠકોનો મુદો છે અને યોગીના આગમને દિલ્હીમાં રાજકીય ગરમી લાવી દીધી છે.


Related News

Loading...
Advertisement