સૌરાષ્ટ્ર યુનિ.ની આઇકયુએસીના ડાયરેકટર તરીકે ડો.ભીમાણી, કો.ઓર્ડીનેટર પદે ડો.વૈદ્યની વરણી

10 June 2021 05:44 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિ.ની આઇકયુએસીના ડાયરેકટર તરીકે
ડો.ભીમાણી, કો.ઓર્ડીનેટર પદે ડો.વૈદ્યની વરણી

કુલપતિ ડો.પેથાણી તથા ઉપકુલપતિ ડો.દેશાણીની ઉપસ્થિતિમાં કમિટીની બેઠક મળી

રાજકોટ તા.10 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઈ.કયુ.એ.સી.ની મીટીંગ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ મીટીંગમાં આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર પદેથી ડો. ગીરીશભાઈ ભીમાણી એ મુકત કરવા રજુઆત કરી હતી, જેનો સમગ્ર આઈ.કયુ.એ.સી. ના સભ્યોએ અસ્વીકાર કરેલ હતો અને સમગ્ર આઈ.કયુ.એ.સી. કમીટીએ સર્વાનુમતે આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કો-ઓર્ડીનેટર તરીકે ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.સમીરભાઈ વૈદ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી એ આઈ.કયુ.એ.સી.ના નવનિયુક્ત ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી તથા કોે-ઓર્ડીનેટર ડો.સમીરભાઈ વૈદ્યને શુભેચ્છાઓ પાઠવી.


Related News

Loading...
Advertisement