ચેતનભાઇ મહેતા અરિહંત શરણ પામ્યા : જીવન પરિચય

10 June 2021 05:45 PM
Rajkot
  • ચેતનભાઇ મહેતા અરિહંત શરણ પામ્યા : જીવન પરિચય

દિગંબર જૈન સમાજના આત્માર્થી, તત્વચિંતક

રાજકોટ, તા. 10
દિગંબર જૈન સમાજના આત્માર્થી, તત્વચિંતક, તત્વરસિક ચેતનભાઇ ચંદુભાઇ મહેતાનું તાજેતરમાં અરિહંત શરણ પામતા મુમુક્ષુ સમાજમાં આઘાતની લાગણી છવાઇ છે.
માતા પિતા દ્વારા તેમને ધર્મના સંસ્કાર ગળથુથીમાં જ મળ્યા હતા. સ્વ. ચેતનભાઇ 1992માં પૂ. લાલચંદભાઇના પરિચયમાં આવ્યા ત્યારે તેમની વય 30ની આસપાસની હતી. પૂર્વેની સાધના, સંસ્કાર તથા નિમિત્તમાં પૂ. કહાન ગુરૂદેવ તથા પૂ. લાલચંદભાઇની કરૂણાના નિમિત્તથી ઉપાદાન જાગૃત થતા દેહ પરિવર્તન થયું ત્યાં સુધીઅવિરતપણે પોતાની આત્માની વૃધ્ધિ અને મુમુક્ષુઓને આગમ સભર અધ્યાત્મ બોધ સ્વાધ્યાય રૂપે આપ્યો. કોઇપણ અધ્યાત્મ પ્રવચનો તેઓ સંપૂર્ણ તર્કથી પૂ. ગુરૂદેવની વાણીનો આધાર આપી અને શાસ્ત્રના આધારથી તેને અનુસરીને તુરંત જ સમાધાન આપતા.સ્વ. ચેતનભાઇ એક પ્રતિભા સંપન્ન સફળ સંયોજક હતા. સમગ્ર દિગંબર સમાજના દરેક પ્રસંગમાં, મંદિરની પ્રતિષ્ઠા હોય કે શિબિરમાં પાઠ શાળામાં, તત્વચર્ચા, પ્રશ્નોતરીમાં સક્રિય ભાગ લઇ બધા આયોજનો સુઝબુઝથી સફળ બનાવતા હતા.


Related News

Loading...
Advertisement