હવે મિલિંદ દેવડાએ ગુજરાત સરકારની પ્રશંસા કરી

10 June 2021 06:01 PM
India Politics
  • હવે મિલિંદ દેવડાએ ગુજરાત સરકારની પ્રશંસા કરી

નવી દિલ્હી: ભાજપે જીતીન પ્રસાદને પક્ષમાં સામેલ કરીને કોંગ્રેસની યુવા બ્રિગેડને સંદેશો આપી દીધો છે કે તમારુ ભવિષ્ય હવે કોંગ્રેસમાં નથી અને તેઓ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી સચીન પાઈલોટ તથા મુંબઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મિલિંદ દેવડા પણ છે. જેઓ હવે દેવડાએ તો એક ટવીટમાં ગુજરાત સરકારની કામગીરીની પ્રશંસા કરીને કોંગ્રેસની ચિંતા વધારી છે તો ભાજપને સંકેતો મોકલી દીધા હોવાનું મનાય રહ્યું છે. તેઓએ એક ટવીટથી ગુજરાત સરકારની કોરોના કામગીરીને સારી બતાવીને બીજા રાજયોએ તેને અનુસરવી જોઈએ તેવી સલાહ આપી છે. તેમણે એ પણ કહ્યું કે જો આપણે ભારતમાં પ્રવાસન ક્ષેત્રની નોકરીને નુકશાનને રોકીને ફરી આ ક્ષેત્રને દોડતું કરવા માંગીએ છીએ તો તમામ રાજયોએ તત્કાળ આ પગલા લેવા જોઈએ. મુરલી દેવરા અસંતુષ્ટની યાદીમાં આવે છે. મુંબઈ કોંગ્રેસના વડા સંજય નિરૂપમ અને તેમના વચ્ચે ખટરાગ છે તે જાણીતો છે અને મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના, એનસીપી કોંગ્રેસ સરકારને સતામાંથી દૂર કરવામાં કોઈક ઉટીયાની તલાશ છે.


Related News

Loading...
Advertisement