હવે અંતરિક્ષનું હવામાન જાણવામાં સૂર્ય થશે મદદરૂપ

10 June 2021 06:07 PM
World
  • હવે અંતરિક્ષનું હવામાન જાણવામાં સૂર્ય થશે મદદરૂપ

વિશ્વના વૈજ્ઞાનિકો અવનવા પ્રયોગો દ્વારા દુનિયા વિશે નવી-નવી જાણકારી મેળવતા હોય છે.ત્યારે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વખત સૂર્ય પર ત્રણ અજાણ્યા વિસ્ફોટોનો ખુલાસો કર્યો છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની સોલર ડાયનેમિકસ એબ્જિર્વેટરી અને યુરોપની અંતરિક્ષ એજન્સી નાસાની સંયુક્ત હેલિઓસ્ફેરિક ઓબ્જર્વેટરીએ આ માહિતી પ્રાપ્ત કરી છે. આ વિસ્ફોટ બાદ હવે વૈજ્ઞાનિકો સૂર્યની સપાટી પર થનાર તમામ વિસ્ફોટ અને અંતરીક્ષનું હવામાનને સમજી શકશે.આ વિસ્ફોટોમાં અંતરિક્ષનું હવામાન બદલાવવાની ક્ષમતા હોય છે.વૈજ્ઞાનિકોએ હાલમાં નોંધેલા વિસ્ફોટોને સોલર રોજેટા સ્ટોન નામ આપ્યું છે. આ વિસ્ફોટ 2016માં 12 અને 13 માર્ચે નોંધાયા હતા. વિજ્ઞાનિકોનાં મતાનુસાર, નોંધાયેલા ત્રણેય વિસ્ફોટ અલગ-અલગ પ્રકારના હતા અને તેને અલગ અલગ ભાગમાં નોંધવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે.
સૂર્યની સપાટી પર રહેલા પ્લાઝમાનું તાપમાન આશરે 1લાખ ડિગ્રી સુધી હોય છે. જે સૂર્યના વાતાવરણમાં ઉપર જઇને ઠંડા થઇ જાય છે અને ફરીવાર નીચેની તરફ આવે છે.આ પ્રક્રીયામાં જે ચુંબકીય પ્રભાવ ઉત્પન્ન થાય છે તેને કોરોનલ વર્ષા કહેવામાં આવે છે. સૂર્ય પર ત્રણ જાતના વિસ્ફોટો થતા હોવાનું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. જેને સહારે હવે અંતરીક્ષના હવામાનને સમજવામાં ઘણી મદદ મળી રહેશે.


Related News

Loading...
Advertisement