‘હલકા’ કાજુ અને સોયા પનીરના ધંધાર્થી સામે કેસ દાખલ : આઇસ્ક્રીમના વધુ છ નમુના લેવાયા

10 June 2021 06:12 PM
Rajkot
  • ‘હલકા’ કાજુ અને સોયા પનીરના ધંધાર્થી સામે કેસ દાખલ : આઇસ્ક્રીમના વધુ છ નમુના લેવાયા
  • ‘હલકા’ કાજુ અને સોયા પનીરના ધંધાર્થી સામે કેસ દાખલ : આઇસ્ક્રીમના વધુ છ નમુના લેવાયા
  • ‘હલકા’ કાજુ અને સોયા પનીરના ધંધાર્થી સામે કેસ દાખલ : આઇસ્ક્રીમના વધુ છ નમુના લેવાયા
  • ‘હલકા’ કાજુ અને સોયા પનીરના ધંધાર્થી સામે કેસ દાખલ : આઇસ્ક્રીમના વધુ છ નમુના લેવાયા

વૃંદાવન ડેરી, સંતુષ્ટી, સરયુ મિલ્ક પ્રોડકટ, ઝાલા બ્રધર્સ, રાજમંદિર, મગનલાલમાંથી સેમ્પલ લઇ લેબમાં મોકલતું કોર્પો.

રાજકોટ, તા. 10
મહાપાલિકા દ્વારા આજે વધુ છ દુકાનોમાંથી આઇસ્ક્રીમના નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તો કાજુ અને સોયા પનીરના સેમ્પલ ફેઇલ જતા આજે જિલ્લા તંત્રના અધિકારી સમક્ષ કેસ રજુ કરવામાં આવ્યા છે.

આઇસ્ક્રીમના જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (1) રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ:- વૃંદાવન ડેરી એન્ડ ફુડ્ઝ, ડો.યાજ્ઞિક રોડ (2) હનિમુન ડીલાઇટ આઇસ્કીમ (લુઝ), સ્થળ:- સંતુષ્ટી આઇસ્ક્રીમ, યુનિવર્સિટી રોડ (3) ટ્રાફિક જામ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ:- સરયુ મિલ્ક પ્રોડક્ટ, સ્થળ:- મોટા મૌવા (4) રાજભોગ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ:- ઝાલા બ્રધર્સ, કાલવડરોડ (5) ઓરિયો સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ: રાજમંદિર આઇસ્ક્રીમ, મવડી પ્લોટ (6) મલાઇ મસાલા આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ:- મગનલાલ આઇસ્ક્રીમ,રેસકોર્ષ રોડ નો સમાવેશ થાય છે.

દરમ્યાન શહેરના બજરંગ ચોક, ચંદ્રેશનગર મે. રોડ વિસ્તારમાં આવેલ "શ્રી રામવિજય કિરાણા ભંડાર" માંથી લીધેલ કાજુ (લૂઝ) નમૂનો લેબોરેટરી ના પૃથ્થકરણ રીપોર્ટ અન્વયે "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયો હતો. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલ છે.

શહેરના સોમનાથ ઇન્ડ એરીયા, શેરી નં4, પુજા એન્જી પાસે કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલ "સહજ ફુડ પ્રોડક્ટ" માંથી લીધેલ ટોફુ-સોયા પનીર (લૂઝ) નમૂનો લેબોરેટરી રીપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો તેથી આ ધંધાર્થી સામે આરએસી સમક્ષ કેસ મુકવામાં આવ્યો છે. ડેઝી. ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું કે કાજુના સેમ્પલમાં 15 ટકા માલ ખરાબ હતો. જેનાથી નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થાય છે તો સોયા પનીરમાં ભેજનું પ્રમાણ વધુ હતું. આથી કાયદેસર કાર્યવાહી કરાઇ છે આવા કેસમાં પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ છે.


Related News

Loading...
Advertisement