બપોર સુધીમાં કોરોનાના માત્ર 8 કેસ : પોઝીટીવીટી રેશીયો પણ ઘટીને 1.35%

10 June 2021 06:15 PM
Rajkot Top News
  • બપોર સુધીમાં કોરોનાના માત્ર 8 કેસ : પોઝીટીવીટી રેશીયો પણ ઘટીને 1.35%

વેકસીનેશન હજુ ઠંડુ : ગઇકાલે 9734 અને આજે બપોર સુધીમાં 5452 નાગરિકે ડોઝ લીધા

રાજકોટ, તા. 10
રાજકોટમાં કોરોના સંક્રમણ હવે સૌથી નીચા સ્તરે પહોંચી રહ્યું હોય તેમ બપોર સુધીના કેસના આંકડા સિંગલ ડિઝીટમાં આવવા લાગ્યા છે. જેનાથી લોકોમાં મોટી રાહત પણ દેખાય છે. પરંતુ છુટછાટ હેઠળ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાળવાની પૂરતી જરૂર રહેલી છે.

આજે બપોર સુધીમાં શહેરમાં માત્ર આઠ કોરોના કેસ નોંધાયા હતા. જે સાથે કુલ દર્દીઓનો આંકડો 42439 પર પહોંચ્યો છે. તો 98.0ર ટકા એટલે કે 41585 નાગરિકો સારવાર લઇને કોરોના મુકત બન્યા છે. ગઇકાલની સ્થિતિએ 673 દર્દી સારવાર હેઠળ છે. બુધવારના રોજ મનપાએ 1994 કોરોના ટેસ્ટ કરતા 1.35 ટકા એટલે કે 27 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જે સામે 19 દર્દીને રજા આપવામાં આવી છે. આજ સુધીમાં શહેરમાં 11.60 લાખ કોરોના ટેસ્ટ કરાતા 3.66 ટકા રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

બીજી તરફ વેકસીનેશનની પ્રક્રિયા શહેરમાં ધીમી પડતા આરોગ્ય તંત્ર જાહેર સ્થળોથી માંડી ફેરીયાઓની માર્કેટની જગ્યા પર સમજાવટ માટે પ્રયાસો કરી રહ્યું છે. ગઇકાલે 18 થી 44 વર્ષમાં 8289 અને 45 વર્ષ ઉપરના 1445 મળી 9734 નાગરિકોએ રસી લીધી હતી. તે બાદ આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 18 થી 44 વર્ષના 4019 અને 45 વર્ષથી ઉપરના 1433 સહિત પ4પર નાગરિકે વેકસીન લીધાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement