સીટી બસ કયા પહોંચી? મુસાફરોને ‘લોકેશન’ મળશે

10 June 2021 06:18 PM
Rajkot
  • સીટી બસ કયા પહોંચી? મુસાફરોને ‘લોકેશન’ મળશે
  • સીટી બસ કયા પહોંચી? મુસાફરોને ‘લોકેશન’ મળશે

જીપીએસ સિસ્ટમથી જોડાશે પરિવહન સેવા : ર0 સ્માર્ટ બસ સ્ટોપ તૈયાર : આવતા મહિનેથી ડિજીટલ સમયપત્રકનો સંપૂર્ણ અમલ થવા આશા

રાજકોટ, તા. 10
મહાનગરમાં એક તરફ ઇલેકટ્રીક બસ દોડાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે હયાત બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપમાં ફેરવવાની કામગીરી પણ અંતિમ તબકકામાં પહોંચી છે. મુસાફરોને બસ સ્ટોપ પર બસની પળેપળની માહિતી મળે તે પ્રકારના જીપીએસ સિસ્ટમ આધારીત ટાઇમટેબલ પણ નવી સુવિધા હેઠળ મળવાના છે.

મહાપાલિકા દ્વારા કુલ 40 સ્માર્ટ બસ સ્ટોપ બનાવવાના છે. તે પૈકી 20 બસ સ્ટોપ એલઇડી સ્ક્રીન સહિતની સુવિધા સાથે એકટીવ થયા છે. કોરોનાના કારણે બે્રક આવતા બાકીના ર0 બસ સ્ટોપનું કામ મહિનામાં પૂરૂ થવાની ધારણા છે. તે બાદ મુસાફરોને નેટ કનેકટીવીટી આધારીત બસના લોકેશન, પરફેકટ ટાઇમટેબલ જોવા મળશે. કોઇ બસ કયારે આવશે તે પહેલા કયાં પહોંચી તે પણ સ્ક્રીન પર જોવા મળશે.

બીઆરટીએસની જેમ સંપૂર્ણ માહિતી મુસાફરોની નજર સામે રહેશે અને સમયનો પણ બચાવ થશે. 155ના સ્માર્ટ બસ સ્ટોપમાં મુસાફરો માટે આરામ દાયક બેઠક વ્યવસ્થા, દિવ્યાંગો માટેની સીટ, 24 કલાક સીસીટીવી સર્વેલન્સ, બસોની આવાગમનની માહિતી માટે પીઆઇએસ સુવિધા, રીયલ ટાઇમ સમયપત્રક ડિસ્પ્લે થશે. દિવ્યાંગો અને વૃધ્ધોને બસમાં ચડવા માટે અલગ રેમ્પની સુવિધા પણ આપવામાં આવનાર છે.

મુસાફરો માટે મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, યુપીએસથી પાવર બેકઅપ પણ રાખવામાં આવ્યા છે. તો ત્રણ જગ્યાએ જાહેરાત મુકવાની જાહેરાત રાખવામાં આવી હોય, ભવિષ્ય એડ.ના કોન્ટ્રાકટ આપીને કોર્પો.ની રાજકોટ રાજપથ કંપની આવક પણ ઉભી કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement