સુશાંતના પિતાને ઝટકો: પુત્ર પર બનેલી ફિલ્મની રિલીઝ રોકવા હાઇકોર્ટનો ઇનકાર

10 June 2021 06:19 PM
Entertainment Top News
  • સુશાંતના પિતાને ઝટકો:  પુત્ર પર બનેલી ફિલ્મની રિલીઝ રોકવા હાઇકોર્ટનો ઇનકાર

સુશાંત પર બનેલી ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થયો

નવી દિલ્હી, તા.10
રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા બોલીવુડના એકટર સુશાંતસિંહ રાજપૂત જીવન પર આધારિત ફિલ્મોની રિલીઝ સામે સુશાંતસિંહના પિતા કૃષ્ણ કિશોરસિંહે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.તેમાં તેમને ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે તેમની અરજી ફગાવી ફિલ્મોની રિલીઝ રોકવાનો ઇનકાર કર્યો હતો.

સુશાંતસિંહના પિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમના દિવંગત પુત્ર સુશાંતસિંહના નામ કે તેની પસંદને પ્રસતાવિત ફિલ્મોમાં ઉપયોગ કરવાનું રોકવામાં આવે. સુશાંતના જીવન આધારિત પ્રસ્તાવિત ફિલ્મોમાં ન્યાય ધી જસ્ટિસ આત્મહત્યા યા હત્યાએ સ્ટાર વોઝ લાસ્ટ ઉપરાંત શશાંક નામની ફિલ્મો પ્રસ્તાવિત છે.

ફિલ્મ ન્યાય:ધી જસ્ટિસના નિર્દેશક તરફથી વકીલ ચંદ્રલાલે જણાવ્યુ હતું કે, આ ફિલ્મ સુશાંતના નામ કે તેની પસંદ નથી. આ ફિલ્મ સુશાંતની બાયોપિક નથી. દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં સુશાંતના પિતા અરજી કાઢી નાખી ફિલ્મ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement