સીરમ દ્વારા સપ્લાય અટકતા અનેક દેશોમાં વેકસીનની અછત

10 June 2021 06:20 PM
India World
  • સીરમ દ્વારા સપ્લાય અટકતા અનેક દેશોમાં વેકસીનની અછત

સીરમે કોવેકસીન 20 કરોડ ડોઝનાં ઓર્ડર સામે માત્ર 3 કરોડ ડોઝ પહોંચાડયા

ભારતની સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા અનેક દેશોને કોરોના વેકસીનનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે પરંતુ હવે રસીની માંગ વધતા સીરમ પુરતો પુરવઠો મોકલવામાં નિષ્ફળ રહી છે. બાંગ્લાદેશ, નેપાળ, રવાન્ડા જેવાં અનેક દેશોમાં વેકસીનની અછતને કારણે રસીકરણ કાર્યક્રમ અટકી પડયો છે અને મોટાભાગે સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા જ અછત સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે.રિપોર્ટ મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી તમામ દેશોને રસી પહોંચાડવાનાં કાર્યક્રમ કોવૈકસ અંતર્ગત રસીનો સૌથી મોટો સપ્લાયર ભારતની સીરમ ઈન્સ્ટીટયુટ જે રહી હતી.


જો કે કંપનીની છેલ્લા કેટલાંક મહીનાઓથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે રસીની સપ્લાય પર અસર થઈ રહી છે. સીરમનાં પૂણેના પ્લાન્ટમાં લાગેલી આગ, ભારતથી રસીનાં નિકાસ પર લાગેલાં પ્રતિબંધ સહિતના પગલાઓએ સપ્લાઈમાં મુશ્કેલી પેદા કરી છે.મળતી માહિતી પ્રમાણે કોવૈકસે સીરમ ઈન્સ્ટીટયુટને 20 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. જે પૈકી હજુ સુધીમાં માત્ર 3 કરોડ ડોઝ મળ્યાં છે. કોવૈકસ દ્વારા 92 દેશોમાં રસી પહોંચાડવાની હતી જેથી એક જ કંપની દ્વારા રસીની સપ્લાય હવે ભારે પડી રહી છે.ઉપરાંત કેટલાંક દેશોએ સીરમ સાથે રસીના પુરવઠો પહોંચાડવાનાં ડાયરેકટ કરાર કર્યા હતા તેઓ હવે નવા સપ્લાયર શોધી રહ્યા છે.

નેપાળે આપેલા 20 લાખ ડોઝનાં ઓર્ડર સામે સીરમે તેને અડધી જ રસી પહોંચાડી છે. વેકસીન અલાયંસન ગાવીના સીઈઓ સેથ વર્કલનું કહેવું છે કે, કોવૈકસએ સીરમને મોટા સપ્લાયરનાં રૂપમાં પસંદ કરી હતી. કારણ કે, કંપની મોટા પ્રમાણમાં સસ્તી વેકસીનનું પ્રોડકશન કરવામાં સક્ષમ છે. ઉપરાંત તેને વિશ્વ આરોગ્ય સંગઠન પાસેથી ઈમરજન્સી ઉપયોગનું લાયસન્સ પણ ખૂબ ઝડપથી મળી ગયું હતું.બીજી તરફ સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાનું કહેવું છે કે હાલ દેશમાં જ રસીની એટલી બધી માંગ છે કે, ડીસેમ્બર સુધી રસીની નિકાસ શરુ કરવી ખૂબ મુશ્કેલ છે.


Related News

Loading...
Advertisement