શેરબજાર ફરી તેજીના માર્ગે: આંક 334 પોઈન્ટ ઉછળ્યો: બેંક શેરોમાં કરંટ

10 June 2021 06:20 PM
Business
  • શેરબજાર ફરી તેજીના માર્ગે: આંક 334 પોઈન્ટ ઉછળ્યો: બેંક શેરોમાં કરંટ

ફાઈનાન્સીયલ શેરો ઉંચકાયા: આઈટીસી દબાયો

રાજકોટ તા.10 મુંબઈ શેરબજારે આજે ફરી તેજીનો આંક લઈ લીધો હોય તેમ પસંદગીના ધોરણે ખરીદીનો દોર રહેતા સેન્સેકસ 334 પોઈન્ટ ઉછળ્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વિશ્ર્વબજારોના પ્રોત્સાહક વલણ, કોરોના નબળો પડતા અર્થતંત્ર ફરી ઝડપભેર પાટે ચડવા લાગી જવાનો આશાવાદ જેવા કારણોની સારી અસર હતી. કંપનીઓના પરિણામો આકર્ષક આવતા હોવાથી તેજીને ટેકો મળી રહ્યો હ્તો.
શેરબજારમાં આજે ફરી બેંક તથા ફાઈનાન્સ કંપનીઓના શેરો લાઈટમાં આવી ગયા હતા. ઉપરાંત ટેલીકોમ ફાઈનાન્સ તથા સોફટવેર શેરોમાં આકર્ષણ હતું. રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાઈટન, એક્ષીસ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વિસ, ડો. રેડ્ડી, ભારતી એરટેલ, હિન્દ લીવર, ઈન્ફોસીસ, કોટક બેંક, આઈટીસી, આઈસર મોટર્સ નબળા હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડષકસ 334 પોઈન્ટ ઉંચકયો હતો અને 52276 સાંપડયો હતો. જે ઉંચામાં 52346 તથા નીચામાં 51957 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 96 પોઈન્ટના ઉછાળાથી 15731 હતો તે ઉંચામાં 15751 તથા નીચામાં 15648 હતો.


Related News

Loading...
Advertisement