એસટીને ‘અનલોક’ ફળ્યુ : 5 લાખ મુસાફરો વધી ગયા!

10 June 2021 06:23 PM
Rajkot
  • એસટીને ‘અનલોક’ ફળ્યુ : 5 લાખ મુસાફરો વધી ગયા!
  • એસટીને ‘અનલોક’ ફળ્યુ : 5 લાખ મુસાફરો વધી ગયા!
  • એસટીને ‘અનલોક’ ફળ્યુ : 5 લાખ મુસાફરો વધી ગયા!

બસ સ્ટેશનો ઉપર ફરી ભીડ દેખાવા લાગી : રાજયમાં દૈનિક 12 હજારમાંથી 19,480 ટ્રીપો દોડવા લાગી : દૈનિક આવક રૂા.4 કરોડે પહોંચી ગઇ

રાજકોટ તા.10
રાજયમાં કોરોનાનો કહેર છેલ્લા કેટલાક દિવસોથી ઘટતા સરકારે તબક્કાવાર છુટછાટો આપી રહી છે. સાથો સાથ કફર્યુના સમયમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે લોકો હવે બહાર નીકળ્વા લાગ્યા છે અને એસટી બસોમાં મુસાફરી પણ કરવા લાગ્યા છે.

આથી હવે રાજકોટ સહિત રાજયનાં બસ સ્ટેશનો ઉપર મુસાફરોની ભીડ પણ ફરી દેખાવા લાગી છે. આથી એસટી વિભાગની દૈનિક આવક અને ટ્રાફિકમાં પણ વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત એસટીનાં દૈનિક સંચાલનમાં પણ નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. વધુમાં એસટી વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રાફિકમાં વધારો થતા રાજયનાં એસટી વિભાગની દૈનિક આવકમાં પણ સારો એવો વધારો થવા પામ્યો છે.

લોકડાઉન વખતે એસટી નિગમની દૈનિક આવક રૂા.2 કરોફડ હતી. તે હવે વધીને રૂા.4 કરોડ થઇ જતા દૈનિક આવક રૂા.2 કરોડ વધી છે. જયારે લોકડાઉન વખતે રાજયમાં દૈનિક 4 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. તેમાં પણ વધારો થયો છે અને હાલ દૈનિક 9 લાખ મુસાફરો એસટી બસોમાં મુસાફરી કરવા લાગ્યા છે. દરમ્યાન રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ અનલોક સાથે રાજકોટ એસટી વિભાગને દૈનિક ટ્રાફિક પણ 25 ટકા વધી ગયો છે

અને દૈનિક આવક પણ રૂા.20 લાખમાંથી વધીને 29 લાખ સુધી પહોંચી ગઇ છે. આ ઉપરાંત દૈનિક શિડયુલ પણ 196માંથી 305 થઇ જવા પામ્યા છે. એસટીનાં સૂત્રો જણાવે છે કે હજુ પણ રાત્રી કર્ફયુના કારણે રાજયમાં રાત્રીની 12 હજાર ટ્રીપો બંધ છે. આ ટ્રીપો શરૂ થયા બાદ એસટીની ગાડી સંપૂર્ણ પણે પાટે ચડી જશે.


Related News

Loading...
Advertisement