નીલકંઠ પાર્ક પાસેથી દસ દિવસ પહેલા ચોરી કરેલા બાઈક સાથે શાહબુદ્દીન શેખ પકડાયો

10 June 2021 06:23 PM
Rajkot Crime
  • નીલકંઠ પાર્ક પાસેથી દસ દિવસ પહેલા ચોરી કરેલા બાઈક સાથે શાહબુદ્દીન શેખ પકડાયો

રાજકોટ,તા.10 ભક્તિનગર પીઆઇ જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે.કામળીયા અને સ્ટાફ કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ સલીમભાઇ મકરાણીને ખાનગી રાહે બાતમી મળેલ કે મેહુલનગર મેઇન રોડ તરફથી શાહબુદીન ઉર્ફે દદુઅલી શેખ નામનો શખ્સ સિલ્વર કલરનું સુઝુકી એક્ષસેસ મોટર સાયકલ લઇને આવે છે જેણે હાલે ગુલાબી કલરનું ટીશર્ટ તથા ગ્રેકલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે.

તેની પાસે રહેલ બાઈક ચોરી કરી મેળવેલ છે તેવી સચોટ હકિકત મળતા નિલકંઠ સિનેમા પાસે મેહુલનગર તરફથી આવતા વાહનો જોઇ શકાય તે રીતે વોચમા ગોઠવાય જતા અને થોડીવાર દરમ્યાન હકીકત વર્ણન વાળો શખ્સ સિલ્વર કલરનું સુઝુકી એક્ષસેસ મોટર સાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરનું લઇને આવતો જોવામાં આવતા તેને રોકી નામ પૂછતાં શાહબુદીન ઉર્ફે દદુઅલી ઉર્ફે ટકો નનુભાઇ ઉર્ફે યુનુશમહંમદ શેખ હોવાનું જણાવેલ અને તેની પાસે રહેલ એકસેસના વેલીડ કાગળો માંગતા શખ્સ પાસે બાઈક ના કોઇ વેલીડ કાગળો ન હોય જેથી મળી આવેલ સુઝુકી એક્ષસેસ -125 મોટર સાયકલ ના ચેસીસ નંબર અને એનજીન નંબરના પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા સુઝુકી એક્ષસેસના માલીક સાજીદભાઇ આમદભાઇ ઉનડપોત્રા(રહે- મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં .1 કોઠારીયા રોડ)નું હોવાનું જણાય આવેલ હોય આ ઍક્સેસ આજથી દસેક દિવસ પહેલા નિલકંઠ પાર્ક શેરીનં.1 ખાતે થી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી બાઈક કબ્જે કર્યું હતું.


Related News

Loading...
Advertisement