સંતકબીર રોડ ત્રિવેણી સોસાયટીમાં શાકભાજીનાં ધંધાર્થીને ચાર શખ્સોએ ધોકાવતાં સારવારમાં

10 June 2021 06:25 PM
Rajkot Crime
  • સંતકબીર રોડ ત્રિવેણી સોસાયટીમાં શાકભાજીનાં ધંધાર્થીને ચાર શખ્સોએ ધોકાવતાં સારવારમાં

શાકભાજીના ધંધાર્થી મુકેશભાઇ સાથે બોલાચાલી કરતા છરીના બે ઘા ઝીંકયા : પત્ની સાથે માથાકુટ થયા બાદ હુમલો કરાયો

રાજકોટ તા.10
સંત કબીર રોડ પર ત્રિવેણી સોસાયટી-3માં રહેતાં અને પેડક રોડ પર શાક માર્કેટમાં બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ રવજીભાઇ સોલંકી(દેવીપૂજક)(ઉ.વ.52)ની ફરિયાદ પરથી હરેશ બાબુભાઇ મકવાણા, શની ભીખુભાઇ મકવાણા,અજય હરેશભાઇ મકવાણા અને વિક્રમ હરેશભાઇ મકવાણા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે,હું અને મારા પત્નિ સંગીતાબેન વીસેક વર્ષથી શાક બકાલાનો ધંધો કરીએ છીએ.બે દિવસ પહેલા માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ શાકભાજી લેવા માટે અમે ગયા હતાં ત્યારે યાર્ડ અંદર શાકભાજી વેંચતા હરેશભાઇ બાબુભાઇ સાથે ઓછા ભાવ બાબતે મારા પત્નિને બોલાચાલી થઇ હતી.

ત્યારબાદ ગઇકાલે હરેશભાઇ અમારા ઘર પાસેથી નીકળતાં મેં તેને મારા પત્નિ સાથે શાકભાજી બાબતે માથાકુટ નહિ કરવા સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને ઝઘડો કરી જતાં રહેલ અને થોડીવાર પછી હરેશભાઇ, શની, હરેશભાઇના બે દિકરા અજય અને વિક્રમ આવ્યા હતાં અને

મને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ લોખંડના સળીયા વડે છાતીમાં અને માથામાં ઘા મારતા મને ગંભીર ઇજા થઇ હતી. હું ઢળી પડતા મારા પરિવારે મને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.આ મામલે બી ડિવિઝનના હિતેશભાઈ જોગડાએ ફરિયાદ નોંધી હતી.

ડી.એન.કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા બે શખ્સો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી
હાલમાં કોરોના મહામારીમાં કોરોનાના કેસો વધતા હોય માટે તકેદારી રૂપે લોકોએ માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવુ ફરજીયાત હોય એવુ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ હોય માટે એ-ડીવીઝન પોલીસ મથકનાં એન.સી.ડાંગર સહિતનાં સ્ટાફે બાતમીને આધારે

ડી.એચ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાર પાંચ માણસો ભેગા કરી ક્રિકેટ રમતા જયદેવ વિનોદભાઇ ભટ્ટ (રહે.નાનામવા રોડ, રાજનગર આવાસ યોજના) અને કૌશિક કડવાભાઇ તંતી (ઉ.વ.27) (રહે.લક્ષ્મીનગર મેઇન રોડ, ફિલ્ડ માર્શલની વાડી સામે)ને ઝડપી જાહેરનામા ભંગ હેેઠળ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement