સુશીલકુમારે જેલમાં સ્પે. ડાયેટની કરેલી માંગ ફગાવાઈ

10 June 2021 06:26 PM
India Sports
  • સુશીલકુમારે જેલમાં સ્પે. ડાયેટની કરેલી માંગ ફગાવાઈ

નવી દિલ્હી તા.10
સુશીલકુમારને પોતાના સાથી પહેલવાનની હત્યાનાં આરોપસર જેલ થઈ છે ત્યારે તેમણે જેલમાં સ્પેશ્યલ ડાયટ મેળવવા માટેની અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.કોર્ટે અરજી નામંજુર કરતા જણાવ્યું હતું કે સુશીલકુમાર કોઈ પ્રકારની બીમારી પીડીત નથી કે જેને કારણે તેને સ્પેશ્યલ ભોજનની જરૂરીયાત હોય ઉપરાંત કોર્ટે ઉમેર્યું હતુંકે જેલમાં દરેક આરોપીને સંતુલીત બને સ્વસ્થ આહાર જ આપવામાં આવે છે જેથી આરોપી ભોજનની માત્રા કે ઓછા પોષક તત્વોનો દાવો ન કરી શકતો નથી.

કોર્ટે અરજીનાં જવાબ આપતા કહ્યું કે, કાયદો દરેક વ્યકિત માટે સમાન હોવો જોઈએ કોઈ આરોપીને જેલમાં અલગથી સુવિધાઓ આપી ન શકાય.સુશીલકુમારે પોતાની અરજીમાં કહ્યું હતુંકે તેમને પોતાની આગામી સ્પર્ધાઓની તૈયારીનાં ભાગરૂપે ઓમેગા 3 કેપ્સુલ, પ્રીવર્કઆઉટ સપ્લીમેન્ટસ અને મલ્ટી વિટામીનની ગોળીઓ આપવામાં આવે. સાથે જ તેઓ કસરત માટે વ્યાયામ બેન્ડની પણ માંગણી કરી રહ્યા હતા.

દિલ્હી પોલીસે સુશીલકુમારની પોતાના જુનીયર સાગર ધનખડની હત્યાના આરોપસર 23 મેનાં ધરપકડ ક્રી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે કુમાર અને તેના સહયોગીએ એક વિવાદ બાદ યુવા પહેલવાન અને તેના બે મિત્રોને માર માર્યો હતો અને ત્યારબાદ ધનખડની મોત થઈ ગઈ હતી.


Related News

Loading...
Advertisement