શાપરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ ઝબ્બે : રૂા.19 હજારનો મુદામાલ કબ્જ

10 June 2021 06:30 PM
Rajkot Crime
  • શાપરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ  ઝબ્બે : રૂા.19 હજારનો મુદામાલ કબ્જ

રાજકોટ તા.10 શાપરમાં રેઇમ્બો ટેકનોકાસ્ટ પાછળ જાહેર જગ્યા પર ખુલ્લા પટમાં બાવળના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શાપર પોલીસ મથકનાં હેડકોન્સ્ટેબલ એસ.બી.ઝાલા, કોન્સ્ટેબલ પિયુષભાઇ અઘેરા સહિતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા શ્રવણ દુખન તાતી, નવીનકુમાર ઉપેન્દ્રદાસ તતમા, અજીતકુમાર વિનોદકુમાર તાંતી, રામવિલાસ અનારસી મંડલ અને ધર્મેન્દ્ર ભોલાપ્રસાદ રાજભરની ધરપકડ કરી હતી તેની પાસેથી રૂા.19000 રોકડા અને ત્રણ મોબાઇલ સહિત રૂા.29,200નો મુદામાલ કબ્જે કર્યો હતો.


Related News

Loading...
Advertisement