ચાઈનીઝ એપ દ્વારા પાંચ લાખ લોકો પાસેથી 200 કરોડની છેતરપીંડી

10 June 2021 06:45 PM
India Technology
  • ચાઈનીઝ એપ દ્વારા પાંચ લાખ લોકો પાસેથી 200 કરોડની છેતરપીંડી

નવી દિલ્હી તા.10
દિલ્હી પોલીસના સાયબર સેલએ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જેણે ચીની એપ દ્વારા છેતરપીંડી કરી હતી. આ કેસમાં પોલીસે બે સીએ સહિત ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી હતી. તેઓએ પાંચ લોકો પાસેથી 200 કરોડની છેતરપીંડી કરી છે.
ડીસીપી અન્યેષ રાયએ કહ્યું કે તાજેતરના દીવસોમાં દેશભરના લોકો ખાસ કરીને પાવર બેંક અને ઈઝેડ એપ્લીકેશન વિશે પોસ્ટ કરી રહ્યા છે. આમાંથી પાવર બેંક એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર અને ઈઝેડની પોતાની વેબસાઈટ પર ઉપલબ્ધ હતી. આ એપ્સ પર રોકાણ કરેલી રકમને 24થી35 દીવસમાં બે ગણી કરી શકાય છે. એટલું જ નહી પરંતુ જુદા જુદા કલાકોમાં લાભ આપવાનું આયોજન કરાયું હતું. આ લોકોમાંથી ઘણાએ છેતરપીંડીની ફરિયાદ સોશ્યલ મીડીયા પર કરી હતી. આ જોતા પોલીસે તપાસ શરુ કરી આરોપીને પકડી પાડયા હતા.

આ કૌભાંડનો પર્દાફાશ કરવા સાઈપેડની ટીમ નકલી ગ્રાહક બની એપ્લીકેશન દ્વારા રોકાણ કર્યુ હતું. આ દરમ્યાન એક બેંક ખાતામાંથી બીજી બેંકમાં જમા કરવામાં આવતી રકમની તપાસ કરવામાં આવી હતી. જેમાં 25 નકલી કંપનીઓ મળી આવી હતી. 2 જુનના રોજ પોલીસે દેશમાં દરોડો પાડયા હતા અને નવ લોકોની ધરપકડ કરી હતી જેમાંથી બે સીએની ઓળખ ગુરુગ્રામના અવિક અને કટવરીયા સરાઈના શૈનક બંસલ તરીકે થઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી રોબીન પાસેથી છેતરપીંડીમાં વપરાયેલા 30 ફોન મળી આવ્યા છે તેમજ 29 બેંક ખાતાઓની માહિતી મળી હતી. પોલીસે વિવિધ બેંક ખાતાઓમાં થયેલી 11 કરોડની ખાતામાં એન્ટ્રી થઈ હતી અને અવીકના કબજામાંથી 97 રૂપીયાની વસુલાત કરી છે. એપ્લીકેશનનો સર્વર ચીનમાં છે અને એક બનાવટી કંપની દ્વારા પૈસા ચીન મોકલવામાં આવી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement