રાજકોટથી સમસ્તીપુર અને ઓખાથી ગુવાહાટી દોડતી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન લંબાવાઇ

10 June 2021 06:52 PM
Rajkot
  • રાજકોટથી સમસ્તીપુર અને ઓખાથી ગુવાહાટી દોડતી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન લંબાવાઇ

રાજકોટ તા.10
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી સમસ્તીપુર અને ઓખાથી ગુવાહાટી માટે દોડતી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનનું વિસ્તરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નં.09521 રાજકોટ સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેનના ફેરાને લંબાવવામાં આવ્યા અને હવે આ ટ્રેન 16 જૂનના પણ દોડશે. આજ રીતે ટ્રેન નં.09522 સમસ્તીપુર-રાજકોટ સ્પેશ્યલના ફેરાને લંબાવવામાં આવ્યા. આ ટ્રેન 19 જૂનના પણ દોડશે. ટ્રેનના 09501 ઓખા-ગુવાહાટી સ્પેશ્યલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા આ ટ્રેન 18 જૂનના પણ દોડશે. આ જ રીતે ટ્રેન નં.09502 ગુવાહાટી-ઓખા સ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા. 21 જૂન સુધી આ ટ્રેન દોડશે. ટ્રેન નં.09501 ઓખા-ગુવાહાટી અને ટ્રેન નં.09521 રાજકોટ સમસ્તીપુર ટ્રેનની બુકીંગ તા.11 જૂનથી શરૂ થશે.


Related News

Loading...
Advertisement