હવે કલેકટર અને ડીડીઓના ટ્રાન્સફરના આદેશ બહાર પડશે : ફિલ્ડમાં જ પોસ્ટીંગની શકયતા વધુ

10 June 2021 06:55 PM
Rajkot Gujarat
  • હવે કલેકટર અને ડીડીઓના ટ્રાન્સફરના આદેશ બહાર પડશે : ફિલ્ડમાં જ પોસ્ટીંગની શકયતા વધુ

સચિવાલયમાં પંકજકુમારનો દબદબો યથાવત : કમલ દાયાનીને મહેસુલ જેવુ મહત્વનુ ખાતુ મળી ગયુ : રાજીવ ગુપ્તાને હવે વાઇબ્રન્ટની જવાબદારી સોંપી શકાશે : નહેરા ફરી મહત્વના વિભાગમાં પહોંચી ગયા

રાજકોટ તા.10
રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જોઇ રહેલા જિલ્લા કલેકટરો તથા ડીડીઓને પણ ટ્રાન્સફરના ઓર્ડર મળશે તે નિશ્ર્રિચત થઇ ગયુ છે અને તેમાં રાજકોટ સહિતના જિલ્લા કલેકટર અને મ્યુનિ.કમિશ્નર બંનેના નામ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ દિવસમાં જ આ ઓર્ડર આવી જાય તેવી શકયતા છે. ઉપરના કક્ષાએ એડીશ્નલ ચીફ સેક્રેટરી ફિકસ થઇ ગયા છે અને ગાંધીનગરમાં મોટા ભાગની પોસ્ટ ભરાઇ ગઇ છે તેથી કલેકટરોને કે ડીડીઓને હજુ ફિલ્ડમાં જ રહેવુ પડશે. ગુજરાત સરકારે ગઇકાલે સચિવાલયમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીઓથી લઇને સચિવ કક્ષા સુધીના અધિકારીઓમાં મોટા ફેરફાર કર્યા અને અપેક્ષા રખાતી હતી કે પંકજ કુમારને મુખ્યમંત્રીએ ગૃહ વિભાગમાં યથાવત રાખ્યા છે.

જયારે તેમની પાસેનો મહેસુલનો હવાલો એક સમયે મુખ્યમંત્રી જયારે વાહન વ્યવહાર મંત્રી તરીકે કેબીનેટમાં જોડાયા હતા ત્યારે આ વિભાગના સચિવ કમલ દાયાનીને પસંદ કરાયા છે આમ કમલ દાયાનીને ફરી એક વખત મુખ્યમંત્રીની નજીક આવવાનો મોકો મળી ગયો છે તો અમદાવાદમાં કોરોના સંક્રમણ સામે કામગીરી કરીને ગાંધીનગરમાં વાહ વાહ મેળવનાર અને અમદાવાદમાં ભાજપની ચૂંટાયેલી પાંખને આંખે ચડી જનાર એડીશ્નલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાને હવે ફોરેસ્ટ અને પર્યાવરણ મંત્રાલયમાંથી ઉદ્યોગ અને માઇન્સમાં ખસેડાયા છે.

ગુજરાતમાં આગામી સમયમાં હવે જો બધુ બરાબર રહ્યુ તો વાઇબ્રન્ટ સમિટ યોજાય શકે છે અને તેમાં અત્યાર સુધી સીએમઓમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે હાલ કામ કરતા મનોજકુમાર દાસને મોટી જવાબદારી સોંપાતી હતી. જેઓને હવે તે સ્થાને યથાવત રાખીને બંદર અને ટ્રાન્સપોર્ટમાં વધારાનો ચાર્જ અપાયો છે પણ રાજીવ ગુપ્તાને ઉદ્યોગનમાં મુકાતા તેઓ વાઇબ્રન્ટમાં પણ કોરોના કામગીરી જેવી જ ધગજ દેખાડશે તેવા સંકેત છે.

મહત્વનું એ છે કે અમદાવાદમાં કોરોના સામે વિધાનો કરીને વિવાદમાં સપડાઇ ગયેલા રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશ્નર વિજય નેહરા જે ગ્રામ્ય વિકાસમાં સચિવ હતા તેમને હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખસેડાયા છે. આમ આઇટી ગુજરાત તેમના હવાલે થઇ ગયુ છે તો જયંતિ રવિના સ્થાને આરોગ્ય અગ્ર સચિવ તરીકે હવે સિનિયર અધિકારી મનોજ અગ્રવાલને જવાબદારી સોંપાઇ છે.

શાલીની અગ્રવાલ સહિતના આઇએએસ અધિકારીને પ્રમોશન પણ મળ્યુ છે અને તેઓ વડોદરાના કલેકટરમાંથી હવે આ જ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામ કરશે. એક સમયે અમદાવાદના કલેકટર તરીકે રહી ચુકેલા અને બાદમાં ગૃહ સચિવ નિવૃત થતાં તેમના સ્થાને એડીશ્નલ સેક્રેટરી તરીકે લો એન્ડ ઓર્ડર તરીકે નિયુકત થયેલા કે.કે.નિરાલાને હવે ગૃહમાંથી રૂખસદ અપાઇ છે અને તેમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કમિશનર તથા સેક્રેટરી તરીકે નિયુકત કરાયા છે. જો કે તેમના આ સમયમાં તેમના બોસ તરીકે પંકજ કુમાર હતા. જેમને ગૃહમાં યથાવત રખાયા છે.


Related News

Loading...
Advertisement