ફાઈઝર પ્રતિ ડોઝ રૂા.730માં ભારતને વેકસીન આપવા તૈયાર

10 June 2021 06:58 PM
India
  • ફાઈઝર પ્રતિ ડોઝ રૂા.730માં ભારતને વેકસીન આપવા તૈયાર

જો કે કાનૂની સુરક્ષાનો મુદો હજુ ગુંચવાયેલો

નવી દિલ્હી: દેશમાં હવે અમેરિકી ફાર્મા કંપની ફાઈઝરની એન્ટ્રી થશે અને તેનો ભય હાલની કોવેકસીન અને સ્પુતનીકની સરખામણીમાં ઓછો 10 ડોલર એટલે કે રૂા.730 હશે. જો કે આ વેકસીન મુખ્યત્વે ખાનગીક્ષેત્ર માટે હશે અને તેમાં રૂા.150નો એડમીનીસ્ટ્રેટીવ ચાર્જ લઈ શકાશે. ફાઈઝર ભારતને અમેરિકા, બ્રિટન તથા યુરોપના દેશો કરતા અડધા ભાવે વેકસીન આપવાની ઓફર કરી છે તેનો રૂા.730નો ભાવ સિંગલ ડોઝનો છે અને કંપનીના દાવા મુજબ તે ભારતમાં વેકસીન આપવા માટે કોઈ નફો લેશે નહી. જો કે હજુ કંપની અને ભારત સરકાર વચ્ચે સીધા કરાર થવાના બાકી છે. ખાસ કરીને ફાઈઝરે ભારતમાં તેના પર વેકસીન મુદે થઈ શકતા સંભવિત દાવા સામે કાનૂની ‘માફી’ માંગી છે. મતલબ કે આ કોઈ દાવા માટે વળતર ચૂકવવા કંપની જવાબદાર નહી હોય અને ભારત સરકાર તેની ગેરેન્ટી આપશે. અમેરિકા સહિતની કંપનીઓએ આ પ્રકારની ગેરેન્ટી આપી છે. ભારત સરકારે પહેલા તબકકામાં આ પ્રકારની કોઈ ગેરન્ટી આપવાનો ઈન્કાર કર્યો હતો પણ હવે માનવામાં આવે છે તેમ ચોકકસ શરતો સાથે સરકાર ગેરન્ટી આપશે અને આ પ્રકારની માંગણી અન્ય વેકસીન કંપની પણ કરશે.


Related News

Loading...
Advertisement