ગુજરાતમાં પણ હવે અર્બન નકસલના સર્ટીફીકેટ અપાવા લાગ્યા

10 June 2021 06:58 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં પણ હવે અર્બન નકસલના સર્ટીફીકેટ અપાવા લાગ્યા

ગુજરાતની સાહિત્ય અકાદમીના મુખપત્રમાં વિષ્ણુ પંડયાએ કવિતા વિરૂઘ્ધ તંત્રી લેખ લખ્યો

રાજકોટ તા.10
દેશમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કેટલાક ડાબેરી બૌઘ્ધિકોને અર્બન નકસલના પ્રમાણપત્રો અપાયા હતા અને તેમાં કેટલાકને એક યા બીજા કેસમાં જેલમાં પણ મોકલાયા છે ત્યારે ગુજરાતના એક મહિલા કવિ પારૂલ ખખ્ખરની કવિતા શબવાહિની ગંગાએ દેશભરમાં વાયરલ થઇ ગઇ છે અને તેના અનેક ભાષામાં રૂપાંતર પણ થયા છે. ગંગામાં જે રીતે સેંકડો મૃતદેહો તરતા મળ્યા હતા તેના પર પારૂલ ખખ્ખરે જબરી કવિતા લખી હતી અને તેમાં વડાપ્રધાનને અસર કરે તેવા શબ્દો પણ હતા પણ ગુજરાત સાહિત્ય અકાદમી કે જેના વડા તરીકે ભાજપના જ ગણાતા વિષ્ણુ પંડયા ચેરમેન છે અને ભૂતકાળમાં તેઓ સંઘના સાપ્તાહિક સાધનાના તંત્રી પણ રહી ગયા છે તથા સતત ભાજપ અને સંઘ પરિવાર સાથે નજીકનો નાતો ધરાવે છે. તેને આ કવિતાને લીટરલી નકસલ એટલે સાહિત્યના નકસલ તરીકે ગણાવી છે. તેમણે સાહિત્ય અકાદમીના સત્તાવાર મુખપત્ર શબ્દસૃષ્ટિમાં તંત્રી લેખ લખીને કેન્દ્રના રાષ્ટ્રવાદી વિચારો સામે આ તાકાતો તેમની સ્વતંત્રતાનો ગેર ઉપયોગ કરે છે અને આ પ્રકારના કવિઓના ખભે બંદૂક રાખીને કોઇ ફોડવા માંગે છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોઇ સાહિત્ય અકાદમીએ આ કવિતાને વખોડી નથી પણ વિષ્ણુ પંડયાએ તે પ્રારંભ કર્યો છે.


Related News

Loading...
Advertisement