ચીની એપ્સ પર ટ્રમ્પે લાદેલા રોકના ફેસલાને જો બાઈડને પલટી નાખ્યો

10 June 2021 07:03 PM
Technology World
  • ચીની એપ્સ પર ટ્રમ્પે લાદેલા રોકના ફેસલાને જો બાઈડને પલટી નાખ્યો

ટીકટોક અને વીચેટ જેવી એપ્સ પર ટ્રમ્પે લાદ્યો હતો પ્રતિબંધ : હવે બાઈડન પ્રશાસન ચીની એપ્સ મામલે સમીક્ષા કરી ફેસલો લેશે

વોશિંગ્ટન (અમેરિકા) તા.10
વ્હાઈટ હાઉસે ટીકટોક અને વીચેટ જેવી ચીની એપને પ્રતિબંધીત કરવાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને પલટાવી નાખ્યો છે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડનનું વહીવટી તંત્ર હવે ખુદ આ ચીની એપના બારામાં સમીક્ષા કરીને કોઈ ફેસલો કરશે. બાઈડને ગઈકાલે બુધવારે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ટીકટોક અને વીચેટ સહીત અનેક રાજયો ચીની એપ્સ પર ટ્રમ્પે લગાવેલા પ્રતિબંધને રદ કરી નાખ્યો હતો. હવે અમેરિકાની વાણીજય સચીવ ચીની કંપનીઓની માલિકી વાળા આ એપ્સની તપાસ કરશે કે શું તેનાથી અમેરિકી ડેટા ગોપનીયતા કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ પેદા થઈ શકશે, અમેરિકામાં ટીકટોકના 10 કરોડથી વધુ ગ્રાહકો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકા ને ચીની વચ્ચે ચાલી રહેલા તનાવ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનની આઠ સોફટવેર એપ સાથે લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વીચેટ પે અને જેકમાના એન્ટ ગ્રુપનું અલીપે પણ સામેલ હતા.


Related News

Loading...
Advertisement