નવસારી-વલસાડ જીલ્લામાં વરસાદનાં મંડાણ: જલાલપોરમાં 4 ઈંચ ખાબકયો

10 June 2021 07:03 PM
Gujarat
  • નવસારી-વલસાડ જીલ્લામાં વરસાદનાં મંડાણ: જલાલપોરમાં 4 ઈંચ ખાબકયો

નવસારીમાં અઢી કપરાડામાં બે ઈંચ:આવતા ચાર દિવસ વરસાદનો વ્યાપ તથા માત્રા વધશે

રાજકોટ તા.10
નૈઋત્ય ચોમાસાનું દક્ષિણ ગુજરાત સુધી આગમન થઈ ગયું છે. તે સાથે જ વરસાદનાં મંડાણ થઈ ગયા હોય તેમ વલસાડ-નવસારી પંથકમાં શુકનવંતો વરસાદ નોંધાયો હતો.હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર જીલ્લાનાં 15 તાલુકાઓમાં હળવો ભારે વરસાદ થયો હતો.

નવસારી જીલ્લાના જલાલપોરમાં મેઘરાજા તૂટી પડયા હતા અને ધોધમાર ચાર ઈંચ પાણી વરસાવ્યુ હતું. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સિવાય નવસારી શહેરમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. ચીખલીમા હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

વલસાડ જીલ્લાનાં કપરાડામાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. ઉપરાંત વાપી-ઉંમરગામ તથા ધરમપુર-પારડીમાં અર્ધો-અર્ધ ઈંચ વરસાદ પડયો હતો. સુરત જીલ્લાનાં માંગરોળ તથા પલસાણામાં હળવા ઝાપટા હતા.

હવામાન ખાતા દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે દક્ષિણ ગુજરાતનાં અમુક ભાગોમાં ચોમાસું પહોંચી ગયુ છે.જેમ-જેમ આગળ વધશે તેમ તેમ વરસાદનો વ્યાપ તથા માત્રા વધશે ત્યાં સુધી પ્રિ-મોન્સુન એકટીવીટી હેઠળ વરસાદ થશે.આવતા ચાર દિવસ દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ભારે વરસાદની શકયતા છે.


Related News

Loading...
Advertisement