પાકિસ્તાન પોતાની ક્રિકેટ ટીમની જ મેચનું લાઇવ ટેલિકાસ્ટ નહિ જોઇ શકે

10 June 2021 07:06 PM
Sports
  • પાકિસ્તાન પોતાની ક્રિકેટ ટીમની જ મેચનું લાઇવ ટેલિકાસ્ટ નહિ જોઇ શકે

ભારતીય કંપની સાથે કરાર ન કરવાના નિર્ણયને લીધે

લાહોર,તા.10
પાકિસ્તાનમાં ટૂંક સમયમાં પાકિસ્તાન બનામ ઇંગ્લેન્ડ ક્રિકેટ સીરિઝ શરૂ થવા જઇ રહી છે ત્યારે પાકિસ્તાનનાં કેબિનેટનાં નિર્ણયને કારણે ત્યાં મેચનું ટેલિકાસ્ટ નહિ થઇ શકે. હાલ પાકિસ્તાનમાં ચાલી રહેલાં રાજકીય તણાવને કારણે કેબિનેટે પાકિસ્તાની મેચનાં લાઇવ પ્રસારણ માટે એક ભારતીય કંપનીની સાથે સંપર્ક કરવાનાં પ્રસ્તાવને ખારિજ કરી દીધો હતો. ત્યાંના મંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ટેલીવિઝને સરકાર પાસે મેચના પ્રસારણ માટે સ્ટાર અને સોનીની સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવાનો અનુરોધ કર્યો હતો.પરંતુ તેક કેબિનેટે નામંજૂર કરી દીધો હતો.તેમણે જણાવ્યું કે, પાકિસતાન અને ભારતના સંબંધ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 300 હટાવ્યા બાદ નથી રહ્યાં દક્ષિણ એશિયા માટેની તમામ ક્રિકેટ સામગ્રી પર સ્ટાર અને સોનીનો એકાધિકાર છે અને કોઇપણ ભારતીય કંપની સાથે કરાર ન કરવાના પાકિસ્તાનના નિર્ણયને કારણે હવે પાકિસ્તાની ક્રિકેટ સીરીઝનું લાઇવ ટેલિકાસ્ટ પાકિસ્તાનકમાં જ નહિ થાય.જોકે, તેઓએ અન્ય વિદેશી કંપનીઓનો સંપર્ક કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં પ્રયાસો કર્યા છે. કેબિનેટના આ નિર્ણયને કારણે પીટીવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નાણાંકીય રીતે નુકસાન જશે.પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવનારી આ સીરિઝ 8 જુલાઇનાં રોજ શરૂ થશે.પાકિસ્તાન સુપર લીગ પૂર્ણ થયા બાદ તમામ ખેલાડીઓ યુકે જવા રવાના થશે.


Related News

Loading...
Advertisement