રેલવે હવે વધુ સુરક્ષિત બનશે

10 June 2021 07:08 PM
India
  • રેલવે હવે વધુ સુરક્ષિત બનશે

દુર્ઘટના રોકવા સિગ્નલ સિસ્ટમ મજબૂત કરવા સ્પેકટ્રમ ફાળવાયા

નવી દિલ્હી તા.10
કેન્દ્ર સરકારને આત્મનિર્ભર મિશનને પ્રોત્સાહન આપતા ભારતીય રેલ્વેને સ્ટેશન પરીસર અને રેલગાડીઓમાં સાર્વજનિક બચાવ અને સુરક્ષા સેવાઓ માટે 700 મેગાહર્ટઝ ફીકવન્સી બેન્ડમાં પાંચ મેગાહર્ટજ સ્પેકટ્રમની ફાળવણીને મંજુરી આપી છે. આ ટ્રેનોની ટકકરને અટકાવશે તેમજ સીસીટીવી સર્વેલન્સ સહિતની તમામ સલામતીના કામોને ઝડપી બનાવશે.

સ્પેકટ્રમની સાથે ભારતીય રેલ્વેએ તેના રૂટ પર એલટીઈ રજુ કર્યુ છે. આ પ્રોજેકટમાં 25000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેકટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે ભારતીય રેલને સ્વદેશી રીતે વિકસીત એ ટીપી સીસ્ટમ ટીસીએએસને મંજુરી આપી છે જે રેલગાડીની ટકકરને રોકવામાં મદદ કરશે. જેનાથી દુર્ઘટના થતી અટકશે અને મુસાફરોની સલામતી સુનિશ્ર્ચિત થશે.

આ હાલની ઈન્ફાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને વધુ ટ્રેનો દોડાવવામાં સક્ષમ કરશે. નેટવર્કની રચના સાથે પરિવહન ખર્ચમાં ઘટાડો થશે. આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારીત રીમોટ એસેટ મોનીટરીંગના વિશેષ રૂપથી કોચ, વેગન અને લોકોનું નિરીક્ષણ કરવામાં આવશે અને ટ્રેનોની સલામત અને ઝડપી દહનની સુનિશ્ર્ચિત કરવામાં આવશે. આ માટે ટ્રાયની ભલામણ મુજબ રોયલ્ટી ફી અને ખાનગી ઉપયોગ માટે લાયસન્સ ફી માટે ડીઓટી દ્વારા સૂચવવામાં આવેલા ફોર્મ્યુલાના આધારે સ્પેકટ્રમ શુલ્ક લગાવી શકાય છે.


Related News

Loading...
Advertisement