કંગના પાસે નથી કામ, ટેકસ પણ પૂરો નથી ચૂકવી શકી

10 June 2021 07:10 PM
Entertainment
  • કંગના પાસે નથી કામ, ટેકસ પણ પૂરો નથી ચૂકવી શકી

સૌથી વધુ ટેકસ ચૂકવનાર કંગનાના ખરાબ દિવસો : ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એકટ્રેસે દર્દ ઠાલવ્યું

મુંબઈ: કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે લગભગ છેલ્લા બે વર્ષથી કામકાજ થંભી ગયુ છે તેમાં જુનિયર આર્ટીસ્ટથી માંડીને રોજમદાર મજુરની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. તેમાં એકટરો પણ બાકાત નથી.

હવે બોલીવુડની માથાભારે મનાતી એકટ્રેસ કંગના પણ બેકારીના કારણે આર્થિક તંગીમાં આવી ગઈ છે.કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાનું દર્દ ઠાલવ્યુ છે.
સૌથી વધુ ટેકસ ચુકવનાર કંગના હજુ પુરો ટેકસ ચુકવી શકી નથી.

કંગનાએ કેન્દ્ર સરકારની ‘ઈચ વન પે વન પોલીસી’ પર વિડીયો કિલપ શેર કરતા લખ્યુ છે. ભલે હું સૌથી વધુ ટેકસ સ્લેબમાં આવી હોઉં,હું મારી કમાણીનાં 45 ટકા ટેકસ રૂપે ચુકવુ છુ. ભલે હું સૌથી વધુ ટેકસ ચુકવનારી છું પણ કામ ન હોવાના કારણે હજુ સુધી હું ગત વર્ષનો બાકી અડધો અડધ ટેકસ ચુકવી શકી નથી.

મારા જીવનમાં આ પહેલીવાર બન્યુ છે કે મને ટેકસ ચુકવવામાં વાર લાગી રહી છે.કંગનાએ લખ્યુ કે-સરકારે તેના બાકી ટેકસ પર વ્યાજ જોડી રહી છે. અલબત તે તેનું સ્વાગત કરે છે.


Related News

Loading...
Advertisement