પ્લેન હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવા ધમકી: ભોપાલથી શખ્સ ઝબ્બે

10 June 2021 07:11 PM
World
  • પ્લેન હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવા ધમકી: ભોપાલથી શખ્સ ઝબ્બે

ભોપાલ તા.10
મધ્યપ્રદેશનાં ભોપાલ અને ઈન્દોર હવાઈમથક પરથી વિમાનોને હાઈજેક કરી તેને પાકીસ્તાન લઈ જવાની ધમકી દેવાનાં આરોપસર પોલીસે 34 વર્ષીય યુવકને હિરાસતમાં લીધો છે.ભોપાલનાં ગાંધીનગર થાણાનાં અરુણ શર્માએ જણાવ્યું કે, રાજા ભોજ હવાઈમથકનાં અધિકારીઓને મંગળવારે સાંજે પાંચ વાગ્યે એક ફોન આવ્યો જેમાં ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરીટીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ જે વ્યક્તિએ ફોન પર વિમાન હાઈજેકની ધમકી આપી હતી તેને મંગળવારે મોડી રાત્રે ભોપાલથી આશરે 100 કી.મી. દૂર શુજાલપુરથી પકડવામાં આવ્યો હતો. જયારે ધમકી મળ્યા બાદ હવાઈ મથક પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મંગળવારે સાંજે મુંબઈ જનારી ફલાઈટનું પણ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement