બોલીવૂડ એકટર બોમન ઈરાનીના માતા જરબાનુનું નિધન

10 June 2021 07:14 PM
Entertainment
  • બોલીવૂડ એકટર બોમન ઈરાનીના માતા જરબાનુનું નિધન

બોમને માતાને શ્રધ્ધાંજલી આપતા લખ્યુ-તે હંમેશા સ્ટાર રહેશે

મુંબઈ: પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા બોમન ઈરાનીના માતા જરબાનુ ઈરાનીએ ગઈકાલે તા.9મીએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. બોમન ઈરાનીએ પોતાની માતાના નિધન પર હાર્દિક નોંધ લખી હતી તે હંમેશા સ્ટાર રહેશે.

વય સંબંધીત બિમારીનાં કારણે બોમન ઈરાનીના માતા જરબાનુએ 94 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા.બોમને માતાની તસ્વીર સોશ્યલ મિડિયામા શેર કરતાં લખ્યુ હતું કે જયારે તે 32 વર્ષની હતી ત્યારે તેણે મારા માટે માતા અને પિતાની પણ ભૂમિકા ભજવી હતી તેનો કેવો જુસ્સો હતો! રમુજી વાર્તાઓ તો તે જ કહી શકતી હતી. ભલે તેના ખિસ્સામાં બહુ પૈસા નહોતા પણ તે આપવા આતુર રહેતી.

બોમને લખ્યુ હતું કે માતાને ખાદ્યપદાર્થો અને ગીતો ખુબ જ પસંદ છે.જીવનના અંત સુધી તે ખૂબ શાર્પ-ચપળ હતી. તે હંમેશા કહેતી તમે લોકો પ્રશંસા કરે એટલા માટે તમે એકટર નથી. તમે લોકોના ચહેરા પર સ્મિત લાવો એટલા માટે એકટર છો તે કહેતી લોકોને ખુશ રાખો. બોમન લખે છે કે છેલ્લી રાત્રીએ તેણે મલાઈ કુલ્ફી અને થોડી કેરી માંગી હતી તે હંમેશા સ્ટાર રહેશે.


Related News

Loading...
Advertisement