કેટરીના ‘ટાઈગર-3’ના શુટીંગ માટે સજજ

10 June 2021 07:15 PM
Entertainment
  • કેટરીના ‘ટાઈગર-3’ના શુટીંગ માટે સજજ

મહારાષ્ટ્રમાં અનલોકના પગલે

મુંબઈ: કોરોનાના કેસ હળવા થતા અને તેને પગલે બોલીવુડમાં શુટીંગને અનૂમતિ મળતાં બ્લોક બસ્ટર ટાઈગર શ્રેણીની ત્રીજી ફિલ્મનાં શુટીંગ માટે કેટરીના કૈફ સજજ થઈ ગઈ છે.સલમાન સાથેની કેટરીનાની આ ફિલ્મની આતુરતાપુર્વક રાહ જોવાઈ રહી છે. અનલોકના પગલે મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝને સાંજે 5 વાગ્યા સુધી બાયોબબલમાં એટલે કોરોના વાયરસથી સીલ વાતાવરણમાં શુટીંગની મંજુરી આપી છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ‘ટાઈગર-3’નું શુટીંગ કરવા તૈયાર છે. ફિલ્મ ‘ટાઈગર-3’ કેટરીનાના હૃદયની નજીક છે.‘ટાઈગર જીન્દા હૈ’, ‘એક થા ટાઈગર’ ફિલ્મમાં કેટરીનાએ જીવ સટોસટના સ્ટંટ દ્રશ્યો આપ્યા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કેટરીના કોરોનાની ઝપટમાં આવી હતી હવે તે સ્વસ્થ થઈને ‘ટાઈગર-3’નુ શુટીંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં કેટરીના ઉપરાંત સલમાનખાન, ઈમરાન હાશમી કામ કરી રહ્યા છે. ઈમરાન ફિલ્મમાં વિલન બન્યો છે.


Related News

Loading...
Advertisement