ફ્રાન્સના રાષ્ટ્રપતિને થપ્પડ મારવાવાળો હિટલરનો પ્રશંસક

10 June 2021 07:17 PM
World
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિને થપ્પડ મારવાવાળો હિટલરનો પ્રશંસક

દિલ્હી તા.10
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેકાને જાહેરમાં હુમલો કરનારની ઓળખ કરવામાં આવી છે. આ હુમલાખોરનું નામ ડેત્માએન તારેલ છે અને તેને નાટકમાં મધ્યયુગીન કિરદારોની ભૂમિકા ભજવી છે. તેની પાસે પોલીસના જર્મન તાનાશાહ હિટલરની આત્મકથા મેઈન ડેમ્ફ મળી આવી છે. તે તેની માતા સાથે રહે છે.

પોલીસની પુછપરછ બાદ ટેરેલે ખુલાસો કર્યો કે તેણે અગાઉ ફ્રેન્ચ રાષ્ટ્રપતિને થપ્પડ મારવાની યોજના નહોતી બનાવી. ટેરલને પોલીસે ચાબુક મારી દીધા બાદ તેને જમીન પર પછાડયો હતો ત્યારબાદ તેને બુમ પાડવાનું શરુ કર્યુ. પહેલાના સમયમાં યુદ્ધ દરમિયાન આ શબ્દનો ઉપયોગ થતો હતો. સમગ્ર વિશ્ર્વમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી હ્તી.

આ દરમિયાન પોલીસે તારેલના ઘરની તલાશી લીધી છે. ઘણા હથિયારો, સોવિયત સંઘનો ઝંડો, હિટલરની આત્મકથા અનેક કાલ્પનીક નવલકથાઓ અને જાપાની ડોલીકસ મળી આવ્યા હતા. તારેલ તેના ઈન્સ્ટાગ્રામ પેઈજ પર તલવાર સાથે નજરે પડી રહ્યો છે. તારેલ બળવાખોર છે. પરંતુ ગુપ્તચર અધિકારીઓ અનેક બાબતોની તપાસ કરી રહ્યા છે. તારેલને ઘણા દીવસો સુધી લોકઅપમાં રહેવું પડશે. બીજી તરફ આ ઘટના પછી પણ ફ્રાંસના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી

કે તેઓ લોકોને મળવાનું ચાલુ રાખશે. બીજી તરફ તેરલ તેના ઈન્સ્ટાગ્રામ પર છે. થપ્પડ મારવાના કેસમાં સંડોવાયેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના વડાપ્રધાન ડાસ્ટેકસ એ આ ઘટના ને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું. આ ઘટના ત્યારે બની જયારે મેક્રોન દક્ષિણ પૂર્વ ફ્રાંસના ડુમ ક્ષેત્રની મુલાકાત લઈ રહ્યો હતો તેમને રેસ્ટોરાની મુલાકાત લીધી હતી અને કોવિડ 19ના વિનાશ પછી લોકોના જીવન વિશે જાણવા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.


Related News

Loading...
Advertisement