ગુજરાતમાં 92 દિવસ બાદ કોરોનાના 600થી ઓછા કેસ : આજે નવા 544 દર્દીઓ નોંધાયા : 1500થી વધુ સાજા થયા

10 June 2021 08:05 PM
Government Gujarat
  • ગુજરાતમાં 92 દિવસ બાદ કોરોનાના 600થી ઓછા કેસ : આજે નવા 544 દર્દીઓ નોંધાયા : 1500થી વધુ સાજા થયા

● છેલ્લા 24 કલાકમાં 11ના મોત બાદ મૃત્યુઆંક 9976 થયો, હાલ 12711 એક્ટિવ કેસ, જેમાંથી 316 વેન્ટિલેટર ઉપર, 12395 દર્દીઓ સ્ટેબલ ● કુલ 8.18 લાખ સંક્રમિતોમાંથી 796208 દર્દીઓ ડિસ્ચાર્જ : રિકવરી રેટ વધીને 97.23 થયો

રાજકોટઃ
ગઈકાલે બુધવારે ગુજરાતમાં નવા 644 કેસો નોંધાયા હતા. જેમાં આજે 100 કેસના ઘટાડા સાથે 544 નવા કેસ સપાટી પર આવ્યા છે. રાજ્યમાં 92 દિવસ બાદ 600થી ઓછા દૈનિક કેસો સામે આવ્યા છે. છેલ્લે 9 માર્ચ 2021ના રોજ 581 કેસ નોંધાય હતા. ગુજરાતમાં કુલ 8.18 લાખ સંક્રમિતોમાંથી 796208 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને રિકવરી રેટ વધીને 97.23 થયો છે. હાલ 12711 એક્ટિવ કેસ છે.

આજે રાજ્યમાં સુરેન્દ્રનગર, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર એમ કુલ 4 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 544 કેસો નોંધાયા છે અને 11 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 12395 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 9976 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 818895 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

વડોદરા 145, અમદાવાદ 90, સુરત 89, જૂનાગઢ 27, રાજકોટ 26, ગીર સોમનાથ 23, ભરૂચ - જામનગર 22, નવસારી 15, આણંદ - બનાસકાંઠા 12, અરવલ્લી - પંચમહાલ 11, અમરેલી - ખેડા - મહિસાગર 10, કચ્છ - મહેસાણા - વલસાડ 9, પોરબંદર 6, ગાંધીનગર 5, દેવભૂમિ દ્વારકા - સાબરકાંઠા 4, દાહોદ 3, મોરબી - ભાવનગર 2, બોટાદ - પાટણ - તાપી 1.


Related News

Loading...
Advertisement