ભાવનગરમાં કોરોનાના નવા માત્ર ૨ કેસ, એક દર્દીનું મોત

10 June 2021 08:36 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના નવા માત્ર ૨ કેસ, એક દર્દીનું મોત

● ૨૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત : જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૬૫ કેસો પૈકી ૩૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ● જિલ્લામાં મ્યુકર માઇકોસીસના ૪ સસ્પેકટીવ દર્દીઓ નોંધાતા કુલ ૧૨૫ એક્ટિવ કેસ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર:
ભાવનગરમાં ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૨૧,૩૬૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક ૨૯૨ થયો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૮ અને તાલુકાઓમાં ૧૮ કેસ મળી કુલ ૨૬ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૫ કેસ પૈકી હાલ ૩૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં મ્યુકર માઇકોસીસના ૪ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ સારવાર હેઠળ છે. જે પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૧ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવારમાં મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement