રાજકોટ જિલ્લામાં આજે કોરોનાના નવા 26 કેસ, 39 દર્દીઓ સાજા થયા

10 June 2021 09:06 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં આજે કોરોનાના નવા 26 કેસ, 39 દર્દીઓ સાજા થયા

શહેરમાં આજે 8414 લોકોએ વેકસીન લીધી

રાજકોટઃ
રાજકોટ જિલ્લામાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 39 દર્દીઓ સાજા થયા થયા છે. શહેરમાં 16 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ સપાટી પર આવ્યા છે. આજે શહેરમાં 18 અને ગ્રામ્યમાં 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ મહાનગર પાલિકાની યાદી મુજબ રાજકોટ શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42447 થઇ છે. હાલ 671 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આજે વેક્સીનેશનને લઈને પણ નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં આજે 8414 લોકોએ વેકસીન લીધી છે. જેમાં 18 થી 44 વર્ષના 6980 અને 45 વર્ષથી મોટી ઉંમરના 1434 નાગરિકોએ રસી મુકાવી છે.


Related News

Loading...
Advertisement